અમદાવાદ. ચાંદખેડાના એક વેપારીએ સોના-ચાંદીના માસ્ક તૈયાર કર્યા છે. તેમણે ચાંદીના બારીક તારથી ગૂંથણકામ કર્યા બાદ તેની પર સિલ્કનું કાપડ ચઢાવ્યું, જેથી પહેરવામાં સોફ્ટ રહે. અત્યાર સુધી તેઓ ચાંદીના 4 માસ્ક વેચી ચૂક્યા છે.
એક ગ્રાહકનું જૂનું સોનું લઈ તેને શુદ્ધ કરી તેને 18 કેરેટનું તૈયાર કરી તેમાંથી માસ્ક બનાવી ગ્રાહકને બનાવી આપ્યું હતું. ચાંદીના માસ્ક 25થી 30 હજાર જ્યારે સોનાના માસ્કની કિંમત 2.75 લાખથી 3.25 લાખ છે. જ્યારે સોનાનું પાણી ચઢાવેલા ચાંદીના માસ્ક 35થી 40 હજારમાં પડે છે.