દેશમાં અત્યારે કોરોના મહામારીની પરિસ્થિતિની સમીક્ષા કરતી બેઠક PM મોદીએ આયોજી હતી. જેમાં તેઓએ દેશમાં કોવિડની પરિસ્થિતિ અને વેક્સિનેશનની ગતિ અંગે પણ ચર્ચા કરી હતી. સૂત્રૌનાં જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં PM મોદીને સરકારે હાથ ધરેલા પ્રયાસો અને પરિસ્થિતિને કાબૂ લેવા માટેની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય અને નીતિ આયોગ સાથે જોડાયેલા સીનિયર ઓફિસરો પણ સામેલ છે.
સાંજે ‘તૌકતે’ પર બેઠક
આની સાથે PM મોદી આજે શનિવારે સાંજે તૌકતે વાવાઝોડાં અંગે પણ બેઠકનું આયોજન કરવાના છે. આ બેઠકમાં સરકારનાં વરિષ્ઠ અધિકારીઓની સાથે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ પણ આમાં હાજર રહેશે. આ બેઠકમાં રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ ઉપર ચર્ચા કરવામાં આવશે.
12 મેનાં રોજ પણ બેઠકનું આયોજન કરાયું હતું
ત્રણ દિવસ પહેલા PM મોદીએ કોરોનાની મહામારીની સાથે બ્લેક ફંગસની બીમારી સામે લડત આપવા માટે પણ એક હાઈલેવલ બેઠકનું આયોજન કર્યું હતું.
શુક્રવારનાં રોજ PM મોદીએ કોરોના અંગે ચિંતા પ્રગટ કરી
આની પહેલા PM મોદીએ શુક્રવારનાં રોજ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગતની એક બેઠકમાં પણ કોરોના મહામારી પર પોતાની ચિંતા પ્રગટ કરી હતી. મોદીએ કહ્યું હતું કે આપણે એક અજ્ઞાત શત્રુ સામે લડત આપી રહ્યા છીએ. અત્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેથી PM મોદીએ દરેક ગ્રામજનોને માસ્ક અને અન્ય કોવિડની ગાઈડલાઈનને અનુસરવાની સલાહ આપી હતી.