રાજકોટ શહેરની કોવિડ હોસ્પિટલોને આકસ્મિક/અતિ આવશ્યક સંજોગોમાં ઓક્સિજન સિલિન્ડર પુરા પાડવા વહીવટી તંત્રની આગવી વ્યવસ્થા “ઓક્સિજન સિલિન્ડર બેંક”

0
395

રાજકોટ શહેરની કોવિડ હોસ્પિટલો માટે આકસ્મિક અને અતિ આવશ્યક સંજોગોમાં તાત્કાલિક ઓક્સીજનની જરૂરિયાત ઉભી થાય તેવા સંજોગોમાં હોસ્પિટલોને ઓક્સિજન સિલિન્ડર પુરા પાડવા માટે “ઓક્સિજન સિલિન્ડર બેંક” ની ખાસ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.


“ઓક્સિજન સિલિન્ડર બેંક”માંથી સીલીન્ડર મેળવવા માટે રાજકોટ શહેરમાં કુલ ત્રણ સ્થળે ૧૦૦ સિલીન્ઠર રાખીને આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૧. સિવિલ હોસ્પિટલ, રાજકોટ કોવિડ ઓક્સિજન પ્લાન્ટ, ન્યુ કોવિડ બિલ્ડીંગ, ૨. ત્રિશુલ એર પ્રોડક્ટ જીમી ટાવર ઓફિસ નંબર ૭૩ ગોંડલ રોડ રાજકોટ અને ૩. શુભમ કોમ્પલેક્સ, રોયલ પાર્ક, ૬/૭યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતેથી આ સુવિધા ઉપલબ્ધ થશે.


“ઓક્સિજન સિલિન્ડર બેંક”ની વ્યવસ્થા માત્ર ને માત્ર કોઈ હોસ્પિટલોને જ અતિ આવશ્યક સંજોગોમાં પૂરા પાડવામાં આવશે. આ માટે સંબંધિત હોસ્પિટલે કલેકટર કચેરી હેલ્પલાઇન નંબર (૧)૯૪૯૯૮ ૦૪૦૩૮ (૨)૯૪૯૯૮ ૦૬૪૮૬ (૩)૯૪૯૯૮ ૦૧૩૩૮ (૪)૯૪૯૯૮ ૦૬૮૨૮ (૫)૯૪૯૯૮ ૦૧૩૮૩ પ૨ સંપર્ક કરવાનો રહેશે. હોસ્પિટલોએ તેમની તાત્કાલિક જરૂરિયાત માટે કલેકટર કચેરીના હેલ્પલાઇન પર ઓછામાં ઓછા ચાર કલાક પહેલા જાણ કરવાની રહેશે. હોસ્પિટલને કલેકટર કચેરી કંટ્રોલરૂમ તરફથી નજીકના સ્થળે થી સિલિન્ડર મેળવવા જણાવ્યે થી હોસ્પિટલે પોતાના વાહન સાથે અધિકૃત પ્રતિનિધિ મોકલીને સિલિન્ડર મેળવી લેવાના રહેશે.
કલેક્ટર કચેરી રાજકોટના કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યા બાદ જરૂર જણાય તો અતિ આવશ્યક સંજોગોમાં રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના અધિકારીશ્રી વી.બી.બસીયા – ૯૮૭૯૪ ૯૨૦૨૬ અથવા ડી.બી.મોણપરા- ૯૪૨૯૩ ૫૯૫૨૩ નંબર પર સંપર્ક સાધવાનો રહેશે.