- બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
- નવસારીમાં 4 કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો
નવસારી. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન સવારથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં જલાલપોરમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાય ગયા છે.
પાણી ભરાય જતા લોકોને મુશ્કેલી
હવામાન વિભાગ દ્વારા વલસાડ અને નવસારીમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે સવારથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે નવસારીમાં પણ 4 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાય ગયા છે.