દેશમાં કોરોનાના કેસ 3 લાખથી ઓછા નોંધાયા, 4100થી વધુના મોત

  0
  67

  દેશમાં કોરોનાવાયરસના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. જો કે કોરોનાના કારણે 4 હજારથી વધુ લોકોએ અંતિમ શ્વાસ લીધા છે.

  દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

  સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,81,386 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4106 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,78,741 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  બે કરોડ 49 લાખ 65 હજાર 4563
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 11 લાખ 74 હજાર 076
  • કુલ એક્ટિવ કેસ – 35 લાખ 16 હજાર 997
  • કુલ મોત – 2 લાખ 74 હજાર 390

  સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યા અનુસાર દેશમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. સાથે જ કોરોના સંક્રમણની ટકાવારી પણ 16.98 ટકા થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ દર્દીઓની ટકાવારી 14.66 છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં 74.69 ટકા એક્ટિવ કેસ 10 રાજ્યમાં છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને છત્તીસગઢ સામેલ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here