દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૫ એપ્રિલ રવિવારના રોજ રાત્રે ૯ કલાકે નવ મિનિટ સુધી ઘરની તમામ લાઈટો બંધ કરીને ઘરની અગાસી, બારી કે ફળિયામાં રહીને દિવો, મિણબત્તી, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને કોરોના વાઇરસ સામેની લડતમાં દેશ એક છે તે પ્રદર્શિત કરવા માટે આહ્વાન કર્યું હતું. જેને પગલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેનશ્રી નરેશભાઇ પટેલે પરિવાર સાથે ઘરે દીપ પ્રગટાવીને તેઓ પણ આ લડાઈમાં દેશની સાથે છે તેવો સંદેશ આપ્યો હતો.