નોટબંધીના 4 વર્ષે પણ સંગ્રહખોરી, ગોધરામાંથી 4.78 કરોડની રદ ચલણી નોટો સાથે 2 ઝડપાયા

0
425
  • મોટો વહીવટ થતો હોવાની બાતમી આધારે એટીએસ અને પંચમહાલ પોલીસનું ઓપરેશન
  • આટલી બધી નોટો કેમ સંગ્રહ કરાઇ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ
  • દરોડા બાદ કલાકોનો સમય મશીનથી નોટો ગણવામાં જ ગયો

ગોધરા. એટીએસની ટીમે દરોડો પાડી 2016માં રદ કરાયેલી 4 કરોડની જૂની લચણી નોટો સાથે 2 શખ્સને ઝડપી પાડયા હતા. અમદાવાદ એટીએસ ની બાતમી ના આધારે પંચમહાલ એસ ઓ જી પોલીસે મેદા પ્લોટ પાસે આવેલ ફારુક ઇશાક છોટા ની ટાયર ની દુકાનની બાજુમાં ઇન્ડિકા કારમાં ઈદરિશ સુલેમાન હયાત અને તેઓ પુત્ર જુબેર ઇદારીશ હયાત તથા ફારુક ઇશાક છોટા નાઓ મોટો વહીવટ કરી રહ્યા હોવાની બાતમી આધારે એસ ઓ જી પોલીસ અને બી ડિવિજન પોલીસ બાતમી વાળી જગ્યાએ રેડ પાડી હતી.

કુલ રૂ.૪,૭૬,૮૧,૫૦૯ સાથે ઝુબેર ઈદરીશ હયાત અને ફારૂક ઈશાકની ધરપકડ
ઇન્ડિકા કારમાંથી ફારુક ઇશાક છોટા ને પોલીસે પકડી પડ્યો હતો. પોલીસે તેની પાસેથી 2016 માં બંધ થયેલી જૂની ચલણી ૧૦૦૦ નોટોના ૫ બંડલ મળી આવ્યા હતા.પોલીસ ફારૂકની પુછપરછ કરીને ધંત્યા પ્લોટની મહંમદી સોસાયટીમાં ઈદરીશ હયાતના‌ મકાનમાં છાપો માર્યો હતો.મકાનમાથી વર્ષ ૨૦૧૬મા રદ થયેલી જુની ચલણી નોટો જથ્થો મળી આવ્યો હતો. ઇદ્ગીશ સુલેમાન હયાત નાસી ગયો હતો.જયારે તેનો પુત્ર ઝુબેર ઇદ્ગીશ હયાત ને પકડી પાડયો હતો. સોસાયટીના મકાનમાં અને ઈન્ડીકા કારમાંથી રૂ.૧૦૦૦ ના દરની નોટો ૯૩૧૨ તથા રૂ.૫૦૦ ના દરની ૭૬૭૩૯ મળીને કુલ રૂ.૪,૭૬,૮૧,૫૦૯ સાથે ઝુબેર ઈદરીશ હયાત અને ફારૂક ઈશાકની ધરપકડ કરી હતી.

થોકબંધ નોટો ગણવા નવ મશીનો મગાવવા પડ્યાં
પોલીસે પકડેલી રદ કરેલી ભારતીય બનાવટ ચલણી નોટો ગણવા માટે બેંક અને ખાનગી જગ્યાએ થી નોટો ગણવાના 9 મશીનો મંગાવ્યા હતા. રદ નોટો જૂની અને ચોંટેલી હોવાથી પોલીસને ગણતરી કરતા ભારે મુશ્કેલી પડી હતી.

ઇદરીશ હયાત પશુઓની હેરાફેરીમાં વોન્ટેડ આરોપી
એટીએસ ની બાતમીના આધારે એસ ઓ જી પોલીસે રદ કરેલી ભારતીય બનાવટ ની ચલણી નોટો નો ૪.૭૬ કરોડ નો જથ્થો પકડાયો છે.ફરાર આરોપી ઇદરીશ હયાત પશુ હેરાફેરી નો વોન્ટેડ આરોપી છે. > ડો.લીના પાટીલ, જીલ્લા પોલીસ વડા