4.12 કરોડની મિલકત ધરાવતા સરકારી અધિકારી સામે ગુનો

0
358

2018માં સુરત ACBએ 18 ગુના દાખલ કર્યા હતા

અમદાવાદ. એન્ટિ કરપ્શન બ્યુરોએ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ ના તત્કાલિન નિયામક કૃષ્ણકુમાર ઉપાધ્યાયને 4.12 કરોડની અપ્રમાણસર મિલકત ધરાવવા બદલ તેમની વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કર્યો છે.

84 % અપ્રમાણસર મિલકત મળી આવી હતી
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ ખેત તલાવડી તલાવડી વગેરેની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે અત્યાર સુધીમાં કુલ 8 અધિકારી અને કર્મચારીઓની અંદાજિત 18 કરોડ જેટલી મિલકતો શોધી કાઢવામાં આવી છે.

દરમ્યાન તત્કાલિન નિગમના મદદનીશ નિયામક (હાલમાં નિવૃત્ત) કૃષ્ણકુમાર ઉપાધ્યાયની વિરુદ્ધમાં પણ તાપી વ્યારામાં સરકારની યોજનાઓમાં ગેરરીતિ બાબતે સુરતમાં 2018માં કુલ 14 ગુના દાખલ કરાયા હતા.

તપાસમાં કૃષ્ણકુમાર પાસેથી રૂ. 4.12 કરોડની મિલકત મળી આવી‌ હતી. જે તેમની આવકની સરખામણી કરતાં 84.46 ટકા વધુ હતી. પુરાવના આધારે એસીબીએ કૃષ્ણકુમાર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે.