ગોંડલ ના દેરડી(કુંભાજી) ગામે વાવાઝોડાને લઈને હજારો પક્ષીઓના મોત

0
929

ગોંડલના દેરડી(કુંભાજી) ગામે તૌકતે વાવાઝોડાની અસરે જાણે રીતસરનો હાહાકાર મચાવ્યો હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. વાવાઝોડાને લઈને વૃક્ષો, વિજપોલ, છાપરા, સોલાર પેનલો ધરાશય થવાની અનેક ઘટનાઓ બનવા પામી છે.

જ્યારે તોફાની ફૂંકાયેલા પવન સાથે પડેલા વરસાદની સાથે ધરાશય થયેલા વૃક્ષો અને વૃક્ષોમાં વસવાટ કરતા ચકલી,બગલા ઉપરાંત કબૂતરો સહિતના અનેક પક્ષીઓના મોત નિપજ્યા છે.દેરડી(કુંભાજી) ગામે રહેતા પક્ષી પ્રેમી ઉમેશભાઈ વશરામભાઈ કાવઠીયાના ઘરે વસવાટ કરતી 3000 ચકલીઓમાંથી 593 જેટલી ચકલીઓના વાવાઝોડાને કારણે મોત નિપજ્યા હતો તો બીજી તરફ ખુશ્બુ કૂલ પ્રોડક્ટના ગાર્ડનમાં 33 ચકલીઓના મોત નિપજ્યા હતા.

જ્યારે માર્ગોના કાંઠે કે વાડી ખેતરમાં ધરાશય થયેલા વૃક્ષો ઉપર વસવાટ કરતા બગલાઓના મોત પણ વૃક્ષો ધરાશય થવાની સાથે થવા પામ્યા છે.જેમને લઈને દેરડી(કુંભાજી) ગામે વૃક્ષો ધરાશય થતા પક્ષીઓના આશ્રયસ્થાન છીનવાઈ જવાની સાથે ચકલી,બગલા,કબૂતર સહિતના હજારો પક્ષીઓના વાવાઝોડાને લઈ મોત નિપજ્યા હતા.જેમને કારણે પક્ષી પ્રેમીઓમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here