- દક્ષિણ ગુજરાતના ચાર તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો
- 2 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
સુરત. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારો અને રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે પારડી, કામરેજ, ગણદેવી અને ચીખલીમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે મહુવા અને વાપીમાં 2 ઈંચથી વધુ અને 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકનો વરસાદ
તાલુકો | વરસાદ(મિમિ) |
વલસાડ | 143 |
પારડી | 108 |
કામરેજ | 103 |
ગણદેવી | 98 |
ચીખલી | 96 |
મહુવા | 66 |
વાપી | 64 |
સુરત | 45 |
નવસારી | 41 |
ખેરગામ | 40 |
પલસાણા | 35 |
વાલોડ | 31 |
જલાલપોર | 31 |
વાંસદા | 23 |
બારડોલી | 22 |