શહેર-જિલ્લામાં વધતા જતા કોરોના કહેર વચ્ચે બોગસ તબીબ ઝડપાયો
કોરોના જેવી મહામારીની વિકટ પરિસ્થિતિમાં પણ કોઈપણ ડિગ્રી વગર બોગસ તબીબોની પ્રેક્ટિસ ચાલુ….
છેલ્લા કેટલાય દિવસ થી સૌરાષ્ટ્ર માંથી બોગસ ડોકટરો ને ઝડપી લેવામાં આવે છે ત્યારે આજે જામનગરના દરેડ જીઆઇડીસી ખાતે બોગસ ડોક્ટર પ્રદીપ ચાવડા નામનો ઘોડા ડોક્ટર ઝડપી લેવામાં આવ્યો છે
દિપાલી નામની ક્લિનિક ચલાવતો હતો, ડોક્ટર નો સામાન પણ મળી આવ્યો છે.
પોલીસે ક્લીનીંક પરથી એક સ્ટેથોસ્કોપ , એક બીપી માપવાનું મશીન, ચાર ગ્લુકોઝના બાટલા, ૧૮ નંગ પ્લાસ્ટિકની બાટલા ચડાવવાની નળીઓ, છ નંગ ઈન્જેકશન, જુદી જુદી કંપનીની એલોપથી દવાઓ કબજે કરવામાં આવી હતી. એસઓજીએ આ ડોક્ટરની સામે પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરમાં ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. તો છેલ્લા 10 દિવસ માં રાજકોટ માંથી પણ 3 જેટલા બોગસ તબીબ ને પકડી પાડવામાં આવ્યા છે.
અહેવાલ:- સાગર પટેલ ,જામનગર