આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું, જાણો ક્યાં અને ક્યારે ટકરાશે ?

    0
    4139

    ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રાજેન્દ્ર કુમાર જેનામનીએ જણાવ્યું કે આંદોમાનના ઉત્તરીય ભાગ અને પૂર્વી મધ્ય બંગાળની ખાડીમાં ‘યાસ’ નામનું બીજું એક વાવોઝોડું સર્જાઈ રહ્યું છે. 22 મેના દિવસે લો પ્રેશર અને 23 મીએ ડિપ્રેશન શરુ થશે. 24 અને 25 મેના રોજ યાસ ચક્રવાતી તોફાન બની જશે. તથા 26 મે ની આસપાસ ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે તથા ત્યાં ભારે વરસાદ થશે.

    26 મે ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં આવનારુ વાવાઝોડાને યાસ નામ અપાયું છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી એમ.રાજીવને જણાવ્યું કે 23 મે ના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાતી સર્જાશે. તે ચક્રવાતમાં ફેરવાશે અને ઓડિશા તથા પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે. યાસ વાવાઝોડોને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને આસામ પર અસર પડશે. ગુજરાત પર તેની નહિવત અસર થવાની ધારણા છે.

    તૌકતેની સ્થિતિ શું છે ?

    હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું કે તૌકતે હાલમાં રાજસ્થાનના ઉદયપુર પાસે છે અને ત્યાંથી તે યુપી જતું રહેશે. ગુજરાતમાં હાલમાં સામાન્ય સ્થિતિ છે. કેટલાક ઠેકાણે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ચક્રવાતને કારણે ચોમાસા પર કોઈ અસર નહીં પડે.