કોરોના વેક્સિનેશન માટે કેંદ્ર સરકાર દ્વારા જાહેર કરાઈ નવી ગાઈડલાઈન, જાણો

  0
  760

  કોરોના વેક્સિનેશનને લઈ કેંદ્રીય સ્વાસ્થ્ય  મંત્રાલય દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કોઈ વ્યક્તિ સંક્રમિત થાય છે તો બીજો ડોઝ રિકવરીના ત્રણ મહિના બાદ જ આપવામાં આવશે.

  કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું  કે પ્રથમ ડોઝ લીધા બાદ જો કોઈ વ્યક્તિ સંક્રમિત થશે તો , બીજો ડોઝ રિકવરીના ત્રણ મહિના બાદ જ આપવામાં આવશે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કોઈ વ્યક્તિ રસી લીધા બાદ અથવા  COVID થી પીડિત થવા પર  RT-PCR  નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ આવ્યાના 14 દિવસ બાદ રક્તદાન કરી શકે છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે રસીકરણની ભલામણ કરવામાં આવી છે.

  કોરોના સંક્રમિત જેમને એન્ટીબોડી અથવા પ્લાઝમા આપવામાં આવ્યા છે તેમને પણ હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી ત્રણ મહિના બાદ રસી આપવામાં આવશે.

  એવા લોકો જે ગંભીર બિમારીથી પીડિત છે અને તેમને દાખલ કરવાની જરુર અથવા તો આઈસીયૂ કેરની જરુર છે તેમણે પણ ચારથી લઈને આઠ અઠવાડિયા સુધી રસી માટે રાહ જોવી પડશે. ગર્ભવતી મહિલાઓને રસી આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here