ઓલ ગુજરાત વાલી મંડળે DEOને પત્ર લખી કડક પગલાં ભરવા માંગ કરી
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી મુક્તજીવન અંગ્રેજી શાળાએ RTE અંતર્ગત પ્રવેશ મેળવેલ ગરીબ વિદ્યાર્થીઓ પાસે ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે. સ્કૂલે મફત શિક્ષણની બદલે ટર્મ ફી વસૂલી હતી. 40 જેટલા ગરીબ વિદ્યાર્થીઓ પાસે 4000 જેટલી ફી ઉઘરાવી હોવાને લઇ વાલીઓએ વાલી મંડળનો સહારો લીધો હતો. ઓલ ગુજરાત વાલી મંડળને રજુઆત કરતા તેઓએ DEOને પત્ર લખી જાણ કરી છે અને કડક પગલાંની માંગ કરી છે. એકતરફ લોકડાઉન બાદ સરકારે શાળાઓને ફી ઉઘરાવવા માટે ના પાડી છે છતાં અનેક સ્કૂલો મનમાની કરી રહી છે અને ફી ભરવા દબાણ કરે છે તો મણિનગરની મુક્તજીવન અંગ્રેજી સ્કૂલે RTE અંતર્ગત ફી લેતા નવો વિવાદ સામે આવ્યો છે. આ મામલે વાલીઓ શાળા સામે પોલીસ ફરિયાદ પણ કરે તેવી શકયતા જણાઈ રહી છે.