તૌકતે વાવાઝોડાની જામનગર જિલ્લામાં હાલ નહિવત અસર જોવા મળેલ છે.

0
331

જામનગર માં જાનમાલની કોઈ ગંભીર નુકસાની નોંધાયેલ નથી.ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતેથી મેળવેલ માહિતી અનુસાર સમગ્ર જિલ્લામાં 260 વીજ થાંભલાઓને નુકસાન થયું છે.જ્યારે 90 ગામોમાં વીજ પુરવઠો બંધ થયેલ છે.તેમજ જામનગર શહેરી વિસ્તારમાં 20 વૃક્ષો પડી ગયા છે.ઉપરોક્ત તમામ નુકસાની સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર, જામનગર મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તથા પી.જી.વી.સી.એલ. સહિતના વિભાગોની ટીમો હાલ સ્થિતિને પૂર્વવત કરવા કાર્યરત છે.

જામનગર વાવાઝોડાના પગલે શહેરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. જામનગર જિલ્લામાં પણ ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે જામનગર શહેરમાં લાખોટા તળાવની પાસે વૃક્ષ ધરાશાયી થયા હતા અને  છાપરા ઉડી ગયા તેવા દૃશ્યો સામે આવ્યા હતા .

તૌકતે ને લઈ આખી રાત વિતાવવા સમગ્ર જામગર વાસીઓ મજબુર થયા હતા. ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે ગત રાત્રી પસાર થઇ હતી. મોડી રાત્રે વાવાઝોડાની અસર શરુ થઇ હતી. આખી રાત સુધી 30 થી 40કિમીની ગતીએ પવન ફુકાયો હતો. મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં રાત્રી દરમ્યાન જુદા-જુદા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઇ થવા અંગેની ફરિયાદો 40 થી વધુ ફોન કોલ આવ્યા હતા.

અહેવાલ:- સાગર સંઘાણી, જામનગર