દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વરસાદી ઝાપટા પડશે

0
271
  • સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં વરસાદ સારાની શક્યતા, રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 41 ટકા વરસાદ થયો
  • દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી તેમજ દાદરાનગર હવેલી અને દીવમાં ભારે વરસાદ પડશે
  • સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે

અમદાવાદ. રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં માત્ર વરસાદી ઝાપટાથી સંતોષ માનવો પડે તેવી આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 41 ટકા વરસાદ નોંધાયો છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેથી રાજ્યમાં વરસાદ સારો રહેવાની શક્યતા જણાય છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ અને નવસારી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દાદરાનગર હવેલી અને દીવમાં ભારે વરસાદ પડશે. તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. અમદાવાદમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here