‘દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમમાં પવિત્ર શ્રાવણ માસની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી

0
330

અલગ-અલગ હિંડોળા દર્શન, ૧૦૮ વાટની કરાતી દીપમાળા, પરિસરમાં ગોકુળ આઠમ પણ ઉજવાશે

રાજકોટથી ૧૪ કિમી દૂર લોધીકા તાલુકાના ઢોલરા ગામે ચાલી રહેલ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું લાડકું પ્રકલ્પ ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ છેલ્લા ૨૨ વર્ષથી નિરાધાર અને તરછોડાયેલા માવતરોની સેવા કરી રહ્યું છે. “દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ”માં દરેક તહેવારોની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમના પરિસરમાં બીરાજતા મંગલેશ્ર્વર મહાદેવના સાન્ધ્યિમાં શ્રાવણ માસની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. જેમાં દર ૩ દિવસે અલગ, અલગ પ્રકારના હિંડોળા દર્શન જેવા કે ઝેરીના હિંડોળા, ગુલાબના હિંડોળા, મોરપિંછના હિડોળા, ખારેકના હિંડોળા, પવિત્રાના હિંડોળા, ફૂલના હિંડોળા, બગીચાના હિંડોળા, તેમજ લીંબુના હિંડોળા કરવામાં આવે છે. આ ઉપરાંત મંગલેશ્ર્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ હોય રોજ સવાર-સાંજ ભક્તિમય વાતાવરણની વચ્ચે ૧૦૮ વાટની દીપમાળા પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ભુખ્યોએ ભીખારી નહી પરંતુ મારો સમાન દેહધર્મી ભાઇબહેન છે. એવું માનનારા સુખી સંપન્ન પરિવાર દ્વારા શ્રાવણ માસ નિમિતે ‘દીકરાનું ઘર’માં આશ્રય લઇ રહેતા માવતરોને ફરાળ તેમજ ભોજન પણ કરાવવામાં આવે છે. શહેરના સુખી સંપન્ન પરિવારોને ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમમાં ચાલી રહેલ આ શ્રાવણ માસની ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરવામાં આવે છે.

‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમમાં ચાલી રહેલા આ શ્રાવણ માસની ઉજવણીની સંપૂર્ણ વ્યવસ્થા સંસ્થાના મહિલા કમિટીના સભ્યો ગીતાબેન એ. પટેલ, રાધીબેન જીવાણી, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, પ્રિતિબેન વોરા સંભાળી રહેલ છે. શ્રાવણ માસની આ ઉજવણીમાં સંસ્થાને મદદરૂપ થવા ઇચ્છતા દાતાઓ તેમજ સુખી સંપન્ન પરિવારો મુકેશ દોશી-૯૮૨૫૦ ૭૭૭૨૫, સુનીલ વોરા-૯૮૨૫૨ ૧૭૩૨૦, નલીન તન્ના-૯૮૨૫૭૬૫૦૫૫ તેમજ અનુપમ દોશી-૯૪૨૮૨ ૩૩૭૬૯ ઉપર સંપર્ક કરી શકે છે.

સમગ્ર આયોજનમાં સંસ્થાના કિરીટભાઇ આદ્રોજા, ઉપેનભાઇ મોદી, પ્રવિણ હાપલીયા, રાકેશભાઇ ભાલાળા સહિતના સક્રિય રીતે ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે. સંસ્થાના મૌલેશભાઇ ઉકાણી, પ્રતાપભાઇ પટેલ, શિવલાલભાઇ આદ્રોજા, વલ્લભભાઇ સતાણી, ડો. નિદત બારોટ સહિતના આગેવાનો માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે.