ટોક્તે વાવાઝોડા માં જૂનાગઢ એસપી રવી તેજા વાસમશેટ્ટી ની સૂચના અને મારગદર્શન થી ગરીબ અને ઝૂંપપટ્ટીમાં રહેતા લોકો ને મદદ કરવાના હેતુ થી અને કોઈ લોકો આ વાવાઝોડા માં હેરાન ના થાય તેવા આશય થી સૂચના કરવામાં આવેલ
તોક્તે વાવાઝોડું અન્વયે એલ સી બી પી એસ આઈ આર કે ગોહિલ તથા શબ્બીર ભાઈ બેલીમ તથા દેવશીભાઇ તથા ભરત ભાઇ સોલંકી તથા જગદીશભાઈ ભાટું એમ બધા તોક્તે વાવાઝોડા સંદર્ભે પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન રોડ થી દુર હોય તેવા મજૂરો ના ઝૂપડા માં કોઈ માણસો નથી તે ચેક કરવાની જરૂરિયાત હતી કેમ કે વાવાઝોડું હજી ઉના ને દીવ ની વચ્ચે હતું અને જૂનાગઢ જિલ્લામાં માં પણ તેની વ્યાપક અસર થવાની શકયતા હતી

તો રાત્રિ ના બાર વાગ્યા ની આસપાસ ઝૂપડા ઓ ચેક કરતા ૧૦ ઝૂપડા ની અંદર થી નાના બાળકો તથા તેના માતાપિતા આશરે ૪૦ જેવા મજૂરો વગેરે મળી આવ્યા અને વરસાદ થી ભીંજાયેલા અને કઈ ઓઢવા ની પણ ના હતું તથા પોતે ઉપર નાખેલો પ્લાસ્ટિક ના કાગળ પકડીને બેસેલા અત્યંત મુશ્કેલ પરસ્થિતિઓમાં માં મળી આવેલ આ લોકો ને નજીક ના જલારામ મંદિરના મેનેજર રાજુ ભાઈ સાથે વાત કરી ને મંદિર ના હોલમાં સેફ જગ્યા એ તત્કાલીક સરકારી પોલીસ ની બોલરો માં બેસાડી ને સેફ જગ્યા પર લય ગયેલ

ત્યાર બાદ ખામદ્રોલ ચોકડી પાસે આવેલા મજૂરો ના દંગા માં ચેક કરતા ત્યાં પણ ઉપર મુજબ ની પરિસ્થિિઓમાં બાળકો અને સ્ત્રીઓ તથા પુરૂષો મળી આવે કુલ ૨૫~30 માણસો ને તેઓ અન્ય સ્થળે એ માટે જવા માંગતા ના હોય કે અમારા માલ સામાન જેઓ ની મૂડી છે તે વય જશે (સાવરણી વેચવાનો ધંધો કરતા તા ) તે લોકો ને સમજાવી ને નજીક ની હોટેલ ના માલિક સાથે વાતચીત કરી ને સ્થળાંતરિત કરેલ
ત્યાર બાદ મધુરમ પાસે ના ઝૂંપડપટ્ટીના લોકો ને આરસે ૪૦ જના ને નજીક ના સેફ જગ્યા એ સ્થળાંતરિત કરેલ

ત્યારબાદ સાબલ પુર ચોકડી પાસે આવતા ત્યાં ઝૂપડા માં રહેતા આશરે ૨૦ મજૂરો ને નજીક ના સેફ જગ્યા એ સ્થળાંતરિત કરેલ
આમ આ આખી રાત દરમિયાન તોકતે વાવાઝોડાના કપરા સમય માં પોલીસ દ્વારા માનવીય અભિગમ દાખવી ને આશરે ૧૦૦ થી વધુ મજૂરો ને સ્થળાંતરિત કરેલ છે ફરજ શરૂ વરસાદ અને ભયાનક પવન વચ્ચે બજાવેલ છે