ભારતીય હવાઈ સીમામાં દાખલ થયેલા રાફેલ વિમાનનુ સૌથી પહેલુ સ્વાગત ભારતીય નૌસેનાએ કર્યુ હતુ.

0
480

આ વિમાનોએ જેવી ભારતની એર સ્પેસમાં એન્ટ્રી લીધી હતી કે તરત અરબી સમુદ્રમાં તૈનાત નૌ સેનાના યુધ્ધ જહાજ આઈએનએસ કોલકાતાએ રાફેલને રેડિયો સંદેશ પાઠવીને સ્વાગત કર્યુ હતુ.

કોલકાતાના કંટ્રોલ રુમમાંથી મોકલાયેલા મેસેજમાં કહેવાયુ હતુ કે, વેલકમ ટુ ઈન્ડિયન ઓસન…ડેલ્ટા 63 એરો લીડર, મે યુ ટચ ધ સ્કાઈ વિથ ગ્લોરી …હેપી હન્ટીંગ ..હેપી લેન્ડીંગ…

દરમિયા પાંચ વિમાનોની ટુકડીના લીડ પાયલોટે આ મેસેજ માટે નૌ સેનાનો આભાર માન્યો હતો અને કહ્યુ હતુ કે, ભારતીય નૌ સેનાના જહાજો અહીંયા ભારતની રક્ષા કરવા માટે મોજુદ છે એ જાણીને અમે સંતોષ અનુભવી રહ્યા છે.