શાસકોની અણઆવડતના કારણે સુરત વુહાન બન્યું, ઈન્જેક્શનના કાળાબજાર થઈ રહ્યા છે- અમિત ચાવડા

0
278
  • અમિત ચાવડા સિવિલ-સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી
  • હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફની ઘટ પુરવામાં આવી નથી

શહેરમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેથી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે આવ્યાં છે. તેઓ સિવિલ-સ્મીમેરની મુલાકાત લીધી હતી.સૌ પ્રમથ સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લઈને તબીબો અને મેડિકલ ડીન સાથે મુલાકાત કરી હતી. જેમાં અમિત ચાવડાએ તબીબોની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યાં છે. સાથે જ દર્દીઓને પડી રહેલી હાલાકી અને કરવામાં આવી રહેલી કામગીરી અંગે ચર્ચા કરી છે.બન્ને હોસ્પિટલની મુલાકાત લીધા બાદ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપના શાસકોની અણ આવડતના કારણે સુરત શાંઘાઈ તો ન બન્યું પરંતુ વુહાન બની ગયું છે. દર્દીઓને ઈન્જેક્શન આપવામાં ન આવતાં કાળાબજાર થઈ રહ્યાં છે.

લોકો ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા
અમિત ચાવડાએ કહ્યું કે,સરકારી હોસ્પિટલ અને મનપા હોસ્પિટલમાં સ્ટાફને પ્રોત્સાહન આપવું જોઈએ તે કરવામાં આવતું નથી.એ લોકો આ મહામારીમાં જીવના જોખમે કામ કરી રહ્યાં છે. શહેરમાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ છે. તે પુરવામાં આવતી નથી. યોગ્ય સુવિધા ન મળતી હોવાથી લોકો ખાનગી હોસ્પિટલમાં કમર તોડ બીલ આવતાં હોવા છતાં જવા મજબૂર બન્યાં છે.કોર્પોરેશનને જે વધારાનું ફંડ મહામારીમાં વાપરવું જોઈએ તે યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યું નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યાં છે.

ટેસ્ટ ઓછા થાય છે
ગુજરાતમાં શાસકો દ્વારા કોરોનાને લઈને પણ આંકડાઓની માયાજાળ અને છુપાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. ટેસ્ટિંગ પહેલી જ ઓછા કરીને દર્દીઓની સંખ્યા ઓછી બતાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. મૃત્યુઆંક પણ છુપાવવામાં આવી રહ્યાં છે. ભાજપ સરકાર કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ નિવડી છે.

ભાજપ તાયફામાં વ્યસ્ત
સી આર પાટીલની રેલીને લઈને પ્રહાર કરતાં ચાવડાએ કહ્યું કે, ભાજપ બસ તાયફાઓમાં વ્યસ્ત છે. કામ કરવાની જગ્યાએ ચેપ લાગે તેવા કામો થઈ રહ્યાં છે. ભાજપના નેતાઓ કોરોનાની સ્થિતિમાં કામ કરવાની જગ્યાએ ચેપ વધારવાનું કામ કરતાં હોય તેવું લાગી રહ્યું હોવાનું પણ તેમણે વધુમાં કહ્યું હતું.

શહેર કોંગ્રેસના નેતાઓ સાથે જોડાયા
કોંગ્રેસ પ્રદેશ નેતા અમિત ચાવડાની સાથે પાલિકામાં વિરોધ પક્ષના નેતા પ્રફુલ્લભાઈ તોગડીયા, શહેર ભાજપ પ્રમુખ બાબુભાઈ રાયકા સહિતના નેતાઓ સાથે રહ્યા હતાં. તેમણે દર્દીઓને પડી રહેલા હાલાકી અને રોજ રોજ શહેરમાં વધતા કેસ અંગે માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here