સુરત લિંબાયતમાં પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી દુકાનદાર પાસેથી ચીજવસ્તુ પડાવનાર ઝડપાયો

0
304
  • ગોગલ્સ ખરીદયા બાદ દુકાનદારે પૈસા માંગતા ખોટી ઓળખ આપી
  • પોલીસના નામે લોકો પાસેથી બળજબરીપૂર્વક વસ્તુઓ લેનાર ઝડપાયો

લિંબાયત વિસ્તારમાં વિકાસ રોડ પર દુકાનદારોને પોલીસના નામે ધમકાવી વસ્તુઓ લઈ જતા આરોપીને ઝડપી લેવાયો છે. આરોપી પોતે પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપીને બે જોડી અલગ અલગ ગોગલ્સ લઈ તેના રૂપિયા આપ્યા આપ્યા નહોતા. જેથી દુકાનદારે ફરિયાદ નોંધાવતા પોલીસે ખોટી ઓળખ આપનાર શખ્સની ધરપકડ કરી છે.

પૈસા માંગતા આરોપી પોલીસની ઓળખ આપતો
ખાનપુરા લિંબાયતમાં રહેતા વાજી ઈલીયાસ મંસૂરએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે, ડિંડોલીની શ્રધ્ધા સોસાયટીમાં રહેતો અજય બાલુ વાનખેડે નામનો યુવકે તેમની દુકાનમાંથી 26 જૂનના રોજ બે જોડી અલગ અલગ ગોગલ્સ લી ગયો હતો. જેના પૈસા માગતાં અજય બાલુ વાનખેડેએ પોતે પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી હતી. સાથે અન્ય લોકો પાસેથી પણ પોલીસની ઓળખ આપી બળજબરીથી ચીજવસ્તુઓ લઈ ગયો હતો. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરીને ખોટી ઓળખ આપનારા બાલુ વાનખેડેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here