અમરેલીમાં બપોર સુધીમાં કોરોનાના 5 કેસ પોઝિટિવ નોંધાયા, જિલ્લામાં કુલ કેસની સંખ્યા 383 પર પહોંચી

0
330

જુદી જુદી હોસ્પિટલમાં 153 દર્દીઓ સારવાર હેઠળ

અમરેલીમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. અમરેલી જિલ્લામાં આજે બપોર સુધીમાં 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ 383 કેસ પોઝિટિવ નોંધાયા છે. કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે. કારણ કે છેલ્લા 15 દિવસથી અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં અસાધારણ ઉછાળો આવ્યો છે.

5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
– સાવરકુંડલાના ખોડિયાણાના 40 વર્ષીય પુરૂષ
– અમરેલીના મોટા ભંડારીયાના 70 વર્ષીય વૃદ્ધ
– જાફરાબાદના પીપળીકાંઠાના 50 વર્ષીય પુરૂષ
– અમરેલીના કેરીયા રોડના 75 વર્ષીય વૃદ્ધ
– સાવરકુંડલાના ઓળીયાના 60 વર્ષીય વૃદ્ધા

જિલ્લામાં 383 કેસ પોઝિટિવ નોંધાયા
છેલ્લા 15 દિવસથી મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ વધી ગઈ છે. હાલમાં જુદી જુદી હોસ્પિટલમાં 153 દર્દીને સારવાર અપાઇ રહી છે. જ્યારે 214 દર્દી સાજા થતાં રજા આપી દેવાઈ છે. અગાઉ 16 દર્દીના મોત થઈ ગયા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 383 પર પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here