- દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો તાપીના ઉચ્છલમાં 16. 15 ટકા
- દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં 38. 28 ટકા
સુરત. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ અને ત્યારબાદ પાંચ દિવસ વરસાદની આગાહી હવામન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ સીઝનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 61 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સુરત અને ચોર્યાસીમાં 50 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.
તાપી જિલ્લામાં સૌથી ઓછો 25.03 ટકા જ વરસાદ પડ્યો
દક્ષિણ ગુજરાતમાં પાંચ જિલ્લામાં સુરત જિલ્લામાં સૌથી વધુ 38.28 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગ જિલ્લામાં 29. 91 ટકા, નવસારી જિલ્લામાં 27.84 ટકા, વલસાડ જિલ્લામાં 27. 78 ટકા અને તાપી જિલ્લામાં સૌથી ઓછો 25.03 ટકા જ વરસાદ પડ્યો છે. આ સાથે તાલુકામાં સૌથી વધુ ઉમરપાડામાં 61.70 ટકા અને સૌથી ઓછો તાપી જિલ્લાના ઉચ્છલમાં 16.15 ટકા વરસાજ જ પડ્યો છે.