વાપીમાં કોરોના અંગેની જાગૃતિ ફેલાવવા તથા જાગૃતિ ફેલાવવા માટે પ્રયાસ કર્યો

0
251

વાપીમાં કામ કરતા તેના કર્મચારીઓના સંપૂર્ણ સ્વાસ્થ્ય કલ્યાણની ખાતરી રાખવા માટે ઉદ્યોગની વ્યાખ્યા કરતા પેન્ટા પ્રોટોકોલનો અમલ કર્યા પછી વેલસ્પન ઈન્ડિયા લિમિટેડે બિહાર અને ઝારખંડમાં તેમના પરિવારો સાથે જોડાવા માટે પ્રોજેક્ટ સક્ષમ રજૂ કર્યો છે. આ પ્રોજેક્ટ થકી કંપની કર્મચારીઓના પારિવારિક સભ્યોમાં આત્મવિશ્વાસ જગાવવા માટે તેમની સુધી પહોંચી છે. કંપનીએ એ પહેલનો ઉપયોગ વાઈરસનો ફેલાવો રોકવા માટે સાવચેતીનાં પગલાં વિશે વિશાળ સમુદાયોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ કર્યો છે. વેલસ્પને અગ્રણી વેપાર સાહસિક અને બંકા સિલ્કના સ્થાપક તથા સીઈઓ ઉદયન સિંહ સાથે માસ્ક્સ અને સુસંગત માહિતીસભર સામગ્રીનું વિતરણ કરવા માટે 18 જિલ્લામાં પરિવારો અને નાગરિકો સુધી પહોંચ્યાં છે.

આ પહેલ વિશે બોલતાં એમડી અને સીઈઓ દીપાલી ગોયંકાએ જણાવ્યું હતું કે,વેલસ્પન હંમેશાં તેના સભ્યો અને સમુદાયોના સ્વાસ્થ્ય કલ્યાણ અને સુરક્ષાને અગ્રતા આપતી રહી છે. ખાસ કરીને હાલના પડકારજનક સમયમાં અમને અમારા કર્મચારીઓના પરિવારોને મહામારી વચ્ચે સારી રીતે રહી શકે તે માટે મદદરૂપ થવાની જરૂર મહેસૂસ થઈ હતી. પ્રોજેક્ટ સક્ષમ થકી અમે અમારા કર્મચારીઓના પરિવારો સુધી પહોંચ્યા અને તેમને તેમના વહાલાજનોની સુરક્ષા વિશે હૈયાધરપત આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here