અરવલ્લી જિલ્લા આયુર્વેદ અધિકારી અરવલ્લીના માર્ગદર્શન હેઠળ માલપુર ગામ ખાતે ડૉ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ તથા યુવા અધ્યક્ષ હર્ષુ પંડ્યા દ્વારા માલપુર તાલુકાના વિવિધ ગામોમાં નહેરુ યુવા કેન્દ્ર, બીજેપી યુવા મોરચા માલપુરના સહયોગથી ધોલેશ્વર,નાથાવાસ,પરસોડા ગામ ખાતે રોગ પ્રતિ રક્ષણાત્મક ઉકાળો અને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતુંજે પ્રસંગે સ્થાનીય યુવા મોરચાના કાર્યકરો,નહેરુ યુવા કેન્દ્રના સ્વયંમસેવકો તેમજ યુવા અધ્યક્ષ હર્ષુ પંડ્યા,પરિક્ષિત ગોર, તેમજ સચિન કડીયા ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી