ગાંધીનગર કોરોનાના કહેરને પગલે સોશિયલ ડિસ્ટન્સ સાથે ‘કરાઈ’ પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ શરૂ થઈ

0
281

કરાઈ એકેડેમીમાં અગાઉ કોરોનાને કારણે 500 કેડેટને ઓનલાઈન ટ્રેનિંગ અપાતી હતી

ગુજરાતમાં કોરોનાના કેસનો ગ્રાફ ઊંચો જતો હતો ત્યારે આમથી લઈને ખાસ સુધી તમામના મનમાં ડર હતો. જેમાં ફ્રન્ટ લાઈન કામ કરતી પોલીસ પણ બાકાત ન હતી. સુરક્ષાના ભાગરૂપે ‘કરાઈ’ પોલીસ એકેડેમીમાં 500 જવાનોને ફિઝિકલ ટ્રેનિંગ આપવાનું બંધ થઈ ગયું હતું. ત્યારે હવે ફરીથી પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

એકેડેમીમાં કોરોના સામે ગાઈડ લાઈનનું પાલન
‘કરાઈ’ પોલીસ એકેડેમીમાં 500 કોન્સ્ટેબલની ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં ફિઝિકલ ટ્રેનિંગ ફરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં કોરોનાનાં તમામ સુરક્ષાના તમામ નીતિ નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે.

અન્ય એકેડેમીમાં કોરોનાના કેસ આવતા કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ બંધ કરાઈ હતી
આ અગે કરાઈ પોલીસ એકેડેમીના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોનાનાં કારણે બીજી ટ્રેનિગ એકેડેમીમાં કેસ આવ્યા હતા એટલે અમે કરાઈમાં ફિઝિકલ ટ્રેનિંગ બંધ કરી દીધી હતી. તે સમયે ગુગલ મીટથી કેડેટને ભણાવતા હતા પણ હવે અમે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝ અને અન્ય તમામ ગાઈડ લાઈનનું પાલન કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here