ધો.૧૨ની છાત્રા પર ટયુશન શિક્ષકે બે વખત દુષ્કર્મ આચરતા ચકચાર

0
324
શિક્ષણજગતને લાંછન લગાડતી ઘટના
સગીર વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી અને આર્થિક પ્રલોભનો આપી બળાત્કાર ગુજારનાર શિક્ષકની ધરપકડ

શહેરમાં ધો.૧૨માં અભ્યાસ કરતી ૧૭ વર્ષની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી અને આર્થિક પ્રલોભનો આપી અક્ષર કલાસીસના ટીચરે ઘરે જઇ બે વખત દુષ્કર્મ આચરી ધમકી આપ્યા અંગેની યુનિવેર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. શિક્ષણ જંગતને લાંછત લગડતી ઘટના અંગે વલીમંડળોમાં પણ રોષ ભંભુકયો છે. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરી કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.ભોગ બનનાર તરૂણીની માતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેનો પતિ આઠેક વર્ષથી કયાંય જતો રહ્યો છે. તેણે પોલીસને કહ્યું કે, તેની ધો.૧૨માં અભ્યાસ કરતી પુત્રી જુલાઇ-૨૦૧૯માં રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે રાજમણી કોમ્પલેક્ષમાં આવેલા અક્ષર કલાસિસમાં ટયુશનમાં જતી હતી. જયાં આરોપી તેને ભણાવતો હતો. પાંચેક માસ પહેલાં તેની પુત્રીએ ટયુશન કલાસમાં જવાનું બંધ કરી દેતા આરોપી એક વખત તેના ઘરે આવ્યો હતો અને તેને કહ્યું કે, તમારી પુત્રીની ટયુશન ફી કે બીજી કોઇ જાતની ચિંતા કરશો નહીં, તેના ભવિષ્યનો સવાલ છે. તેને ટયુશન કલાસમાં મોકલો જેથી તેણે ફરીથી પુત્રીને ટયુશન કલાસમાં મોકલવાનું શરૂ કર્યુ હતુ.

ના રોજ બપોરે તે વરસાદના કારણે વહેલા ઓફિસેથી ઘરે આવી ગયા હતા ત્યારે ઘરની બહાર અજાણ્યા વ્યક્તિના ચંપલ પડેલા જાયા હતા. બારણું ખોલવામાં મોડું થયું હતું અને અંદર જઇ જોતા તેની પુત્રી ખૂબ જ ગભરાઇ ગઇ હતી. એટલું જ નહીં બાપરૂમમાં તેનો ટયુશનનો ટીચર એટલે કે આરોપી ભવ્ય છૂપાયેલો હતો. જેથી તેણે પોતાના ઘરે પૂછયા વગર કેમ આવ્યા તેમ પૂછતા તેણે તેની પુત્રીનાં એકઝામના ટોપીક બાબતે કવેરી હોવાથી સોલ્વ કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથોસાથ કોઇને આ વાત કરશો તો રાજકોટમાં રહેવા નહીં દઉં અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયો હતો.

ત્યારબાદ તેણે પુત્રીનો વિશ્ર્વાસમાં લઇ પૂછપરછ કરતા તેણે કહ્યું કે ભવ્યસર ટયુશન કલાસના બહાને તેની ઉપર વધારે ધ્યાન આપતા હતા, અવારનવાર કોઇ ન હોય ત્યારે તેની સાથે પ્રેમપૂર્વક વાતો કરતા હતા. એટલું જ નહીં તુ મને ખૂબ જ ગમે છે. તેમ પણ કહેતા હતા. ત્રણેક માસ પહેલાં તે ઘરે એકલી હતી ત્યારે આરોપી ભવ્યસર ઘરે આવ્યો હતો અને તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજારી આ વાત કોઇને કહી તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેને કારણે ગભરાઇ જતા કોઇને વાત કરી ન હતી.

આ પછી તા.૬ના રોજ ફરીથી આવ્યો હતો અને તેની નાની બહેનને બહાનું કાઢી બીજા રૂમમાં મોકલી દીધા બાદ ફરીથી તેની સાથે બળજબરી કરી ધમકી આપી હતી. આખરે તેણે તેના પરિચિતો સાથે વાત કર્યા બાદ તેમણે હૈયાધારણા આપતા કહ્યું કે આવા શખ્સોને જો તેમના કર્મોની સજા નહીં મળે તો તે હજુ પણ બીજી બહેન દીકરીઓ સાથે આવું કરશે અને તેમની જિંદગી બગાડશે તેમ કહી હિંમત આપતા ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here