તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : સિરિયલમાં પત્રકાર પોપટલાલની દીકરીના રોલમાં જોવા મળતી ચિંતામણી કોણ છે?

0
1015
  • પત્રકાર પોપટલાલ હાલમાં મિશન ‘કાલા કૌંઆ’ પર છે
  • આ મિશનમાં પોપટલાલની સાથે તેમની સહ કમર્ચારી પણ છે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલમાં પત્રકાર પોપટલાલ ‘કાલા કૌંઆ’ મિશન પર છે. આ મિશનમાં તેમણે કોરોનાની દવાઓનું બ્લેક માર્કેટિંગ કરતી ગેંગને ઝડપવાનું બીડું ઉપાડ્યું છે. પત્રકાર પોપટલાલ વેશપલટો કરીને એક રિસોર્ટમાં આવ્યા છે. અહીંયા તેમની દીકરી બનીને ચિંતામણી નામની યુવતી પણ આવી છે.

કાજલ હાલમાં સિિરિયલની ટીમ સાથે ગુજરાતના મિરાસોલ રિસોર્ટમાં શૂટિંગ કરી રહી છે

કાજલ હાલમાં સિિરિયલની ટીમ સાથે ગુજરાતના મિરાસોલ રિસોર્ટમાં શૂટિંગ કરી રહી છે

પત્રકાર પોપટલાલની દીકરી બનતી ચિંતામણી કોણ છે?
સિરિયલમાં મિશન ‘કાલા કૌંઆ’ માટે રિસોર્ટમાં પત્રકાર પોપટલાલ છે. પત્રકાર પોપટલાલ ‘તૂફાન એક્સપ્રેસ’માં કામ કરે છે. ચિંતામણી અહીંયા જ કામ કરે છે. એટલે કે તે પોપટલાલની દીકરી નહીં પરંતુ તેમની સાથી કમર્ચારી છે અને તેનું સિરિયલમાં નામ ભારતી છે.

'તારક મહેતા'માં લોકપ્રિય થવાને કારણે સો.મીડિયા અકાઉન્ટમાં કાજલના ફોલોઅર્સની સંખ્યામાં વધારો થયો છે

‘તારક મહેતા’માં લોકપ્રિય થવાને કારણે સો.મીડિયા અકાઉન્ટમાં કાજલના ફોલોઅર્સની સંખ્યામાં વધારો થયો છે

ભારતીનું સાચું નામ શું છે?
ભારતીનું સાચું નામ કાજલ આહુજા છે. તે છેલ્લાં પાંચેક વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તેણે અનેક ટીવી જાહેરાતમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે ‘તેનાલી રામ’માં દેવી માતાનું પાત્ર ભજવ્યું હતું. જોકે, આ રોલ કેમિયો હતો.

વિજય રાજ સાથેની એક જાહેરાતમાં કાજલ

વિજય રાજ સાથેની એક જાહેરાતમાં કાજલ

પહેલી જ વાર બિગ બ્રેક મળ્યો
કાજલને પહેલી જ વાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બિગ બ્રેક મળ્યો છે. તે પોતાને મળેલા આ બિગ બ્રેકથી ઘણી જ ખુશ છે. ‘તારક મહેતા..’માં રોલ મળવાથી કાજલ હાલમાં ઘણી જ લોકપ્રિય થઈ છે. કાજલની એક્ટિંગ પણ દર્શકોને ઘણી જ પસંદ આવી છે.

'તેનાલી રામ' સિરિયલમાં દેવી માતાનો રોલ પ્લે કર્યો હતો

‘તેનાલી રામ’ સિરિયલમાં દેવી માતાનો રોલ પ્લે કર્યો હતો

સો.મીડિયામાં એક્ટિવ
કાજલ સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે યુ ટ્યૂબ પર પોતાની ચેનલ ચલાવે છે અને તેમાં વિવિધ પ્રકારના વીડિયો અપલોડ કરતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here