- ગઇકાલે 317 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 41428 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 798 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 317 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
રાજકોટમાં 41 હજાર કોરોનાગ્રસ્તમાંથી 188ને કાળી ફુગનો ચેપ લાગ્યો
રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના 680 દર્દીઓની સારવાર સિવિલમાં ચાલી રહી છે. અલગ અલગ જિલ્લામાંથી દર્દીઓ આવી રહ્યા છે. રાજકોટમાં 28 એપ્રિલે મ્યુકરના દર્દી દાખલ થવાના શરૂ થયા હતા પણ 8 મેથી ઉછાળ આવ્યો હતો અને સૌથી વધુ 13 તારીખે 80થી વધુ દર્દીઓ દાખલ થયા હતા. જોકે તે આંક ઘટ્યો છે અને શનિવારે 18 દર્દી દાખલ થયા હતા. જ્યાં કોરોનાના કેસ વધુ ત્યાં મ્યુકરના પણ કેસ વધારે હોઇ શકે પણ શનિવાર સુધીમાં દાખલ થયેલા દર્દીઓમાંથી શહેર અને ગ્રામ્યના દર્દીઓની સંખ્યા સરખી જ જોવા મળી હતી.
જિલ્લામાં સૌથી વધુ મ્યુકરમાઈકોસિસના કેસ ગોંડલમાં
શહેરમાં કોરોનાના 41 હજાર અને ગ્રામ્યમાં 14 હજાર કેસ નોંધાયા છે પણ કાળીફુગના શનિવારની સ્થિતિએ 637 દર્દીમાંથી 188 રાજકોટ શહેર, 187 ગ્રામ્ય તેમજ 262 અન્ય જિલ્લાના દર્દીઓ છે. આ પ્રમાણ 30, 29 અને 41 ટકા છે જે પરથી સ્પષ્ટ થાય છે કે શહેર કરતા ગ્રામ્ય તેમજ નાના શહેરોમાં મ્યુકરનું પ્રમાણ કોરોનાના કેસની સાપેક્ષમાં વધુ છે. જિલ્લામાં સૌથી વધુ મ્યુકરમાઈકોસિસના કેસ ગોંડલમાંથી નીકળ્યા છે. જ્યારે શહેરમાં વેસ્ટ ઝોનમાં સૌથી વધુ કોવિડ કેસ હતા પણ મ્યુકરના સૌથી વધુ 37 ટકા કેસ સેન્ટ્રલ ઝોનમાંથી નીકળ્યા છે.