અમદાવાદ નિસર્ગોપચારથી ડિટોક્સ થઇ ઇમ્યુનિટી પામવા મહિને 18000 ઈન્કવાયરી

0
300
  • શહેરના નિસર્ગોપચાર કેન્દ્રોમાં અઠવાડીયાનું વેઈટિંગ
  • પ્રકૃતિના તત્વોથી શરીર સુધારે તે નેચરોપથી

કોરોનાથી બચવા અથવા કોરોના સામે લડવા અમદાવાદીઓ નિસર્ગોપચારનો સહારો લઈ રહ્યા છે. જે માટે શહેરના નિસર્ગોપચાર કેન્દ્રોમાં ચિકિત્સાની માહિતી કે સારવાર માટે સરેાશ 600 લોકોના રોજ ફોન આવે છે. તેમાં પણ એક વીકથી વધુના વેઈટીંગ છે.

લોકોના સૌથી વધુ સવાલ ઈમ્યુનિટી કેવી રીતે વધારવી, કયા પ્રકારનો ડાયેટ લેવો અને કયા પ્રકારના ઉપચાર કરવા તેવા હોય છે. આ અંગે નેચરોપેથ ડૉ.રાઘવ પૂજારાએ કહ્યું કે, અમદાવાદમાં 40 જેટલા નિસર્ગોપચાર કેન્દ્રો ચાલે છે. લોકડાઉન દરમિયાનથી જ રોજ 20થી 22 જેટલા કોલ આવી રહ્યા છે. જેમાંથી કેટલાંક કોલના તો જવાબ પણ અમે નથી આપી શક્યાં. કેમ કે, કાઉન્સિલિંગ, અને સારવારમાં સમય વધુ લાગતો હોય છે. જેથી વેઈટીંગમાં નામ નોંધવા પડે છે.

તેવી જ રીતે અન્ય કેન્દ્રોમાં પણ આ રીતનો લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. દિવસમાં 600થી 700 અમદાવાદીઓ ફોન પર જ નિસર્ગોપચાર કેન્દ્રોમાં ચિકિત્સાની માહિતી મેળવી રહ્યા છે. મહિને 18 હજાર જેટલા લોકોની ઈન્કવાયરી આવી રહી છે.

ઈન્કવાયરીમાં લોકો આ સવાલો વધુ પુછે છે
સવાલ: કોરોનાની બીક લાગે છે, શું કરવું જોઈએ?

જવાબ: કોઇપણ વસ્તુથી બીક લાગવી તે ડાયજેશન સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે. જેથી ડરશો તો પાચન નહીં થાય અને પાચન નહીં થાય તો પોષણ નહીં મળે.
સવાલ: ઈમ્યુનિટી વધારવા માટે શું કરવું?
જવાબ: 
ગરમ પાણીમાં હળદર-લીંબુ નાખીને પીવો, લીંબડો અને તુલસીનો ઉકાળો દિવસમાં બે વાર પીવો. સૂંઠ અને ગોળની ગોળી લો. રાગીનો ઉપયોગ કરો જે કેલ્શિયમ અને આયર્ન વધારશે.
સવાલ: કયા પ્રકારના ફળ ખાવા જોઈએ?
જવાબ: 
દાડમ, જાંબુ તેમજ વિટામિન સી હોય તે વધારે લો. સિઝનલ ફળોના જ્યુસ સવારે અને સાંજે બે ટાઈમ લો.
સવાલ: કયા પ્રકારની કસરત કરવી જોઈએ?
જવાબ:
 રોજ બ્રિધીંગની કસરત કરો જેમાં ચાર સેકન્ડ ડીપ શ્વાસ લો, 8 સેકન્ડ રોકો અને 8 સેકન્ડ બહાર કાઢો. ભ્રામરી, ઓમકાર, પ્રાણાયમ, વોકિંગ કરો. અનુલોમ વિલોમ કરો પરંતુ એક્સપર્ટના માર્ગદર્શન સાથે.

લોકો કોલ પર પહેલો સવાલ એ જ પૂછે છે કે અમારી ઈમ્યુનિટી કેવી રીતે વધશે?
નેચરોપેથ મુકેશ પટેલે કહ્યું કે, અત્યારની પરિસ્થિતિમાં નિસર્ગોપચારને લોકો વધારે માનતા થયા છે. ટેલિફોનિક રોજની 20થી વધુ ઈન્કવાયરી આવે છે. તેમાં પણ અહીં આવતા તમામ લોકોનો પહેલો સવાલ ઈમ્યુનિટી કઇ રીતે વધારવી તે જ હોય છે. નેચરોપથીએ એક લાઈફસ્ટાઈલ જ છે. જેને અનુસરવાથી ઇમ્યુનિટી પાછી મળે છે.

નિસર્ગોપચાર પદ્ધતિનો સાચો અર્થ શું?
ડ્રગલેસ થેરાપી છે કે જેમાં આયુર્વેદની જેમ પ્રકૃતિના તત્વોથી જ શરીરને સાજુ કરવામાં આવે છે. પંચ મહાભૂતો ડિસ્ટર્બ થાય છે તે પ્રકારના શરીરના રોગને પ્રકૃતિના માધ્યમોનો જ ઉપયોગ કરી ક્યોર કરવામાં આવે છે. ઉપરાંત રેકી અને હીલિંગના અન્ય પ્રકારો જેવી સ્પિરીચ્યુઅલ ટ્રીટમેન્ટ પણ અપાય છે. આ તમામ સારવાર દવા વિના જ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here