દિલ્હીના યુટ્યુબર ગૌરવ શર્માએ પાલતું શ્વાનને હિલિયમ ગેસનાં ફુગ્ગાઓ સાથે બાંધીને હવામાં છોડ્યો

0
524

વીડિયો વાઈરલ થતા પોલીસે ગૌરવની ધરકડ કરી

  • ટ્રોલ થતા ગૌરવે જૂનો વીડિયો ડિલીટ કરીને માફી માગતો વીડિયો પોસ્ટ કર્યો
  • ગૌરવના યુટ્યુબ પર 41.5 લાખ ફોલોઅર્સ છે, તેની ચેનલનું નામ ગૌરવ ઝોન છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ વીડિયો અવારનવાર આવતા રહે છે. ઘણા લોકો ફેમસ થવા અન્યને નુકસાન પહોંચાડીને નતનવા નખરા કરે છે. દિલ્હીના 32 વર્ષીય યુટ્યુબર ગૌરવ શર્માએ તેના પાલતું શ્વાનને અનેક ગેસના ફુગ્ગા સાથે બાંધીને આકાશમાં ઉડાડવાનો પ્રયત્નો કર્યો. પાલતું ડોગીનો જીવ જોખમમાં મૂકવા અને તેની સાથે ક્રૂરતા કરવાને લીધે પોતે જ મુશ્કેલીમાં મૂકાઈ ગયો. પોલીસે ગૌરવની ધરપકડ કરી છે.

વીડિયો બનાવવામાં ગૌરવની માતાએ પણ સાથ આપ્યો
ગૌરવના યુટ્યુબ પર 41.5 લાખ ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાની ચેનલ પર વીડિયો પોસ્ટ કરતો રહે છે. હાલમાં તેણે પોતાના પાલતું શ્વાન ‘ડોલર’ સાથે મસ્તી કરવાનું વિચારી તેને હવામાં ઉડાડવાનું વિચાર્યું. વીડિયોમાં તેની માતા પણ ડોલરને ઉડાડવામાં પૂરો સાથ આપી રહી હતી. મા-દીકરાએ ડોલરના શરીર પર દોરીથી બહુ બધા ફુગ્ગા બાંધ્યા હતા. અને પછી તેને હવામાં છોડી દીધો. હિલિયમ ગેસના ફુગ્ગા ડોલર સાથે બાંધ્યા હતા. આ વીડિયો 21 મેના રોજ યુટ્યુબ ચેનલ ગૌરવ ઝોન પર ‘ફ્લાઈંગ ડોલર વિથ હિલિયમ ગેસ બલૂન’ કેપ્શન સાથે પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં ગૌરવ બોલતો હતો, ચાલો ડોલરને ઉડાડીએ.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
આ વીડિયો પશુપ્રેમી અને અન્ય યુઝર્સે જોતાની સાથે ગૌરવને ટ્રોલ કરવાનો શરુ કરી દીધો. નિર્દોષ પશુ સાથે આવો અમાનવીય વ્યવહાર કરવા અનેક યુઝર્સે કમેન્ટમાં ખરું ખોટું સંભળાવ્યું.
પીપલ ફોર એનિમલ(PFA)ના મેમ્બરે આ વીડિયો જોયા પછી દિલ્હીના માલવીય નગર પોલીસ સ્ટેશનમાં ગૌરવ શર્મા વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી.

નવો વીડિયો પોસ્ટ કરીને કહ્યું, ‘હું પશુપ્રેમી છું’
વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જતા ગૌરવને મુશ્કેલીઓ વધી ગઈ. તેણે ડોલરને ફુગ્ગા સાથે ઉડાડતો વીડિયો ડિલીટ કર્યો અને પછી માફી માગતો વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં તેણે કહ્યું, મારા વીડિયોને ખોટી રીતે ના જુઓ, મેં ડોલરને હવામાં ઉડાડતી વખતે દરેક સાવચેતીનું ધ્યાન રાખ્યું છે. હું પણ પશુ પ્રેમી છું. મેં અન્ય એક વીડિયો જોઇને આવું કરવાનું વિચાર્યું હતું. તમારી લાગણી દુભાવવા બદલ હું માફી માગું છું.

ડિલીટ કરેલો વીડિયો:https://www.youtube.com/embed/zqVH286Ww9c

માફી માગતો વીડિયો:https://www.youtube.com/embed/fWD-nYVN4bs

નવા વીડિયોમાં તેણે ડોલર સાથેના હેપ્પી ટાઈમના ફૂટેજ ઉમેર્યા છે.