મુશફિકુર રહીમે હસનને નિંદનીય કૃત્ય કરવા ટકોર કરી, કહ્યું- નોન સ્ટ્રાઇકરને ધક્કો મારીને ગ્રાઉન્ડ પર પટકી દે; વીડિયો વાઇરલ

0
246

મુશફિકુર રહીમે શ્રીલંકાના ખેલાડી પથુમ નિશાંકાને ધક્કો મારવા માટે હસનને કહ્યું હતું.

  • બાંગ્લાદેશની ટીમે વરસાદના વિઘ્ન વચ્ચે ડકવર્થ લુઇસના નિયમ અંતર્ગત શ્રીલંકાને 103 રનથી પરાસ્ત કર્યું હતું.

બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમની સદીની સહાયતાથી એની ટીમે શ્રીલંકાને બીજી વનડે મેચમાં 103 રનથી હારનો સ્વાદ ચખાડ્યો છે. આ મેચમાં મુશફિકુર રહીમે પોતાની કારકિર્દીની 8મી સદી નોંધાવી હતી. જેમાં રહીમે 125 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમીને બાંગ્લાદેશની ટીમને ડકવર્થ લુઇસ નિયમ અંતર્ગત જીત અપાવી હતી. આ મેચનો સ્ટાર ખેલાડી મુશફિકુર રહિમ સ્ટમ્પ્સની પાછળથી વિવાદીત નિવેદન આપતા ટીકાનો પાત્ર બન્યો હતો.

બાંગ્લાદેશ 2-0થી આગળ
બાંગ્લાદેશ ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં શ્રીલંકા વિરૂદ્ધ 2-0થી આગળ છે. બાંગ્લાદેશે 9 પ્રયાસો પછી શ્રીલંકા સામે તેમની પહેલી દ્વિપક્ષીય શ્રેણીમાં જીત સુનિશ્ચિત કરી દીધી છે. (હજુ 3જી વનડે મેચ 28 મેના રોજ યોજાશે. પરંતુ 3 મેચની શ્રેણીમાં 2 મેચ જીતીને બાંગ્લાદેશે પોતાની જીત સુનિશ્ચિત કરી દીધી છે). આ શ્રેણીની બીજી મેચમાં મુશફિકુર રહીમના સ્ટમ્પ માઇકનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એણે મેહદી હસનને બંગાળી ભાષામાં કહ્યું હતું કે જો નોન સ્ટ્રાઇકર તારી સામે આવે તો ધક્કો મારીને ગ્રાઉન્ડ પર પટકી દેજે. રહીમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

સમગ્ર ઘટનાક્રમ

  • શ્રીલંકાની બેટિંગ દરમિયાન 11મી ઓવર કરવા માટે બાંગ્લાદેશનો બોલર મેહદી હસન બોલિંગ કરવા મેદાને આવ્યો હતો.
  • આ સમયે શ્રીલંકાના 2 બેટ્સમેન દનુષ્કા ગુણાતિલકા અને પથુમ નિશાંકા બેટિંગ કરી રહ્યા હતા.
  • ઇનિંગની 11મી ઓવરના 5માં બોલ પર ગુણાતિલકાએ ડિફેન્સિવ શૉટ રમ્યો હતો, જેમાં નિશાંકાએ 1 રન લેવા માટે ઇચ્છા પ્રગટ કરી હતી.
  • હસને આ શૉટને ડાઇવ લગાવીને રોકી લીધો હતો, આ સમય દરમિયાન રહીમે હસનને વિવાદિત નિવેદન આપ્યું હતું, જે સ્ટમ્પ માઇકમાં પણ રેકોર્ડ થયું હતું.
  • મુશફિકુર રહિમે જોરથી કહ્યું હતું કે જો આ તારી સામે આવે તો ધક્કો મારીને ગ્રાઉન્ડ પર પટકી દેજે.

બાંગ્લાદેશની બીજી જીત
બાંગ્લાદેશની જીતમાં મુસ્તાફિઝુર રહેમાન, મેહદી હસન અને મુશ્ફિકુર રહીમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. રહેમાન અને હસને 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે મુશફિકુર રહીમે 125 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ત્રણેય ખેલાડીઓના સારા પ્રદર્શનને કારણે બાંગ્લાદેશની ટીમે શેર-એ-બાંગ્લા ક્રિકેટ સ્ટેડિયમમાં વરસાદના વિઘ્ન વચ્ચે ડકવર્થ લુઇસના નિયમ અંતર્ગત શ્રીલંકાને 103 રનથી પરાસ્ત કર્યું હતું. બાંગ્લાદેશે શ્રીલંકા વિરૂદ્ધ આ પહેલી શ્રેણી જીતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here