અમરેલી જિલ્લામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે બાબરામાં ધરતી, આકાશનું આલિંગન

0
259

 જિલ્લામા પાછલા છએક દિવસથી છુટી છવાઇ મેઘમહેર થઇ રહી હતી. જો કે આજે જિલ્લામા મેઘ વિરામ વચ્ચે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ. આજે અમરેલી શહેરનુ મહતમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયુ હતુ. જેને પગલે આખો દિવસ લોકોએ ઉકળાટ અને બફારાનો અનુભવ કર્યો હતો. અહી ન્યુનતમ તાપમાન 26 ડિગ્રી રહ્યું હતુ. જયારે હવામા ભેજનુ પ્રમાણ વધીને 89 ટકા નોંધાયુ હતુ. તો પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 7.4 કિમીની રહી હતી. બાબરા પંથકમાં આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અહીં અગાઉ મેઘમહેરને પગલે ચોતરફ લીલી વનરાઈ ખીલી ઉઠી છે. તેની વચ્ચે જાણે ધરતીને આકાશનું આલિંગન થતું હોય તેઓ નજારો અહીનો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here