રાજકોટ:”બાલાજી વેફર્સ” સંકટ સમયે માનવજાતની વ્હારે, ફંડમાં રૂ.1 કરોડ અર્પણ

0
1677

જ્યારે-જ્યારે રાષ્ટ્રને સહાયની જરૂર પડી છે ત્યારે-ત્યારે આ વિરાણી પરીવારે(બાલાજી વેફર્સ ગ્રુપ) ઉદાર હાથે દાન કર્યુ છે.

તા.6,રાજકોટ: હાલની પરીસ્થીતીમા કોરોના નામક વૈશ્વીક મહામારી સામે સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આપણો ભારત દેશ મૂકતી માટે રાત-દિવસ એક કરી રહ્યો છે ત્યારે મા ભારતીનુ રૂણ ચુકવવા માટે અનેક દાનવીર-ભામાશાઓ દેશ તથા માત્રુભુમીની વ્હારે આવ્યા છે.

ત્યારે રાજકોટના વિરાણી પરીવાર દ્વારા સંચાલીત અને સમગ્ર ભારતના નમકીન બજારમાં પોતાનો ડંકો વગાડતી બાલાજી વેફર્સ પ્રા.લી.એ કોરોના સામેની લડત માટે મુખ્યમંત્રી ફંડમાં 75 લાખ અને વડાપ્રધાન કેર્સ ફંડમાં 25 લાખ આપ્યા.ભીખુભાઇ વિરાણી અને પ્રણય વિરાણી, રાજકોટ કલેકટર રેમ્યા મોહનને ચેક આપ્યો હતો અને રાષ્ટ્રભાવનાનુ એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.