‘વોઇસ ઓફ રફી’ રાજકોટ ના 60 વર્ષ ના વૃધ્ધને કોરોના થતા યાદશક્તિ જતી રહી,પરિવારે રફીનાં ગીતો સાંભળ્યા તો શું થયું જાણો….

0
338
  • તેમણે 60 વર્ષ સુધી અનેક સ્ટેજ શોમાં ‘વોઇસ ઓફ રફી’ બની લોકોને મનોરંજન પીરસ્યું છે

સંગીત એ ઈશ્વરની દેન છે, શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે. સંગીત એ મનુષ્યના જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. સંગીત કોઈપણ વ્યક્તિનાં મન અને મગજ પર અસરકર્તા છે. ત્યારે આજે આપણે વાત કરવી છે રાજકોટની એક એવી વ્યક્તિની, જેમણે કોરોનાગ્રસ્ત થતાં યાદશક્તિ ગુમાવી હતી, પરંતુ મ્યુઝિક થેરપી થકી તેમણે રફીનાં ગીતો સાંભળીને પોતાની યાદશક્તિ ફરી મેળવી. અહીં વાત થઈ છે અજમેરના મહોમ્મદ રફી તરીકે જાણીતા 80 વર્ષીય તુલસીદાસ સોનીની, જેમણે 60 વર્ષ સુધી અજમેર સહિત અનેક સ્થળોએ સ્ટેજ પર ‘વોઇસ ઓફ રફી’ બની લોકોને મનોરંજન પીરસ્યું છે.

તેમની સ્મૃતિ પરત લાવવા પુત્રી સો. મીડિયામાંથી રફીનું ગીત સંભળાવતી
હાલ રાજકોટ રહેતા તુલસીદાસને તા.15 એપ્રિલના કોરોનાની ગંભીર અસર થઈ, ફેફસાં 50 ટકા ડેમેજ થઈ ગયેલાં. આ દરમિયાન એક દિવસ તેઓ બેભાન થઈ ગયેલા. તેઓ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેમની સ્મૃતિ જતી રહી હતી. પરિવારજનોને પણ ઓળખી શકતા નહીં. આ સંજોગોમાં તેમની સ્મૃતિ પરત લાવવા તેમની પુત્રી ભાનુબેન જોગિયાએ તેમનાં ગીત પ્રત્યેના લગાવનો ઉપયોગ કર્યો. તેમને સોશિયલ મીડિયામાંથી રફીનું ગીત સંભળાવી પૂછતાં કે આ ગીત યાદ છે અને તેઓ એ ગીત ઓળખી બતાવે. માત્ર એટલું જ નહીં, ગીત ગાઈ પણ સંભળાવે. બસ, પછી તો તેમનાં પરિવારજનોને સમજાઈ ગયું કે તેમને સંગીતના માધ્યમથી સાજા કરી શકાય તેમ છે.

તેમણે અનેક સ્થળોએ સ્ટેજ પર 'વોઇસ ઓફ રફી' બની લોકોને મનોરંજન પીરસ્યું છે.

તેમણે અનેક સ્થળોએ સ્ટેજ પર ‘વોઇસ ઓફ રફી’ બની લોકોને મનોરંજન પીરસ્યું છે.

હાલ તેમની તમામ સ્મૃતિ પાછી આવી ગઈ છે
મ્યુઝિક થેરપીના ચમત્કાર આપણે જોયા-સાંભળ્યા છે, તો આ થેરપી પપ્પાને પણ કારગત નીવડશે એ અભિગમ સાથે તેમાં પુત્રી ભાવનાબેને રોજ રફીનાં ગીત સંભળાવે અને ગીત તેમની પાસે ગવડાવે. ધીરે ધીરે તેમના પપ્પા તુલસીદાસ પરિવારજનોને ઓળખતા થયા. હાલ તેમની તમામ સ્મૃતિ પાછી આવી ગયાનું ભાવનાબેન જણાવે છે.

ગીત-સંગીત થકી તેમની સારવારમાં ઝડપી સુધારો આવી શકે
તુલસીદાસની સ્મૃતિ મ્યુઝિકને કારણે પાછી આવી એવું તેમનાં પરિવારજનો માને છે, જેનું એક અન્ય ઉદાહરણ આપતાં ભાવનાબેન કહે છે કે મારો પુત્ર ધ્રુવ જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે મગજમાં તાવ ચડી જવાને કારણે તેમના પુત્રની બોલવાની શક્તિ જતી રહેલી. ત્યારે તેમના દાદા તુલસીદાસે મ્યુઝિક થેરપી આપી હતી. ત્રણ વર્ષ સુધીની મહેનત બાદ ધ્રુવ બોલતા અને ગાતા શીખી ગયેલો એમ ભાવનાબેન જણાવે છે. પરિવારના મોટા ભાગના સભ્યો મ્યુઝિક સાથેનો નાતો ધરાવે છે. ભાવનાબેન સૂફી સંગીત પર પીએચ.ડી. કરી રહ્યા છે. તેમનાં મોટા બહેન ક્રિષ્ના રાણીંગા પોરબંદર ખાતે સુરભિ કલાવૃંદ સંગીતની સંસ્થા ચલાવે છે. આમ દર્દીઓને પસંદગીનાં ગીત-સંગીત થકી તેમની સારવારમાં ઝડપી સુધારો આવી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here