સુરેન્દ્રનગરમાં બકરી ઈદની મસ્જિદમાં નમાઝ અદા કરવા પ્રશાસનની લીલીઝંડી

0
269
સોશિયલ ડિસ્ટન્સ સહિતના નીતિ-નિયમો પાળવા આગેવાનોની અપીલ

જિલ્લામાં બકરી ઈદની નમાઝ અદા કરવા પ્રશાસન વિભાગે લીલીઝંડી આપી છે. જિલ્લાની દરેક મસ્જિદમાં બિરાદરી ઈદની નમાઝ અદા કરી શકશે. માસ્ક પહેરી સેનેટાઈઝ કર્યા બાદ જ લોકોને મસ્જિદમાં પ્રવેશ આપવા દેવામાં આવશે. સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નીતિ નિયમો પાળવા મુસ્લિમ બિરાદરોને આગેવાનોએ અપીલ કરી છે.

આગામી પહેલી ઓગસ્ટને શનિવારે બકરીની મુસ્લિમ બિરાદરો ઉજવણી કરશે ત્યારે આ બકરી ઈદની ઉજવણી કરતા પહેલા  હાજી યુસુફ મીયા બાપુ શહેર કાજી અને જુમ્મા મસ્જિદ પેશ ઈમામ હનીફ બાપુ અને શહેરના આગેવાનો દ્વારા જિલ્લા પ્રશાસન વિભાગ સાથે વાતચીત કરીને બકરી ઈદની ઉજવણી માટે પરમિશન લેવામાં આવી છે..

ત્યારે બકરી ઇદની નમાજ માટે જિલ્લાના મુસ્લિમ આગેવાનો દ્વારા જિલ્લા પ્રશાસન વિભાગ પાસે પરમિશન માગવામાં આવી હતી અને જિલ્લા પ્રશાસન વિભાગે આ બાબતે લીલીઝંડી પણ આપી છે ત્યારે ખાસ કરી બકરી નજીક આવી રહી છે

ત્યારે આ નમાજ જિલ્લાની તમામ મસ્જિદોમાં અદા કરવામાં આવશે ત્યારે જેમાં ખાસ કરીને મુસ્લિમ બિરાદરો જ્યારે નમાજ અદા કરવા જાય તે સમયે ઘેર થી વજુ કરી અને પોતાના ઘેરથી બને ત્યાં સુધી નમાજ અદા કરવા નો મુસલ્લો લઈને મસ્જિદે બકરી ઇદની નમાજ અદા કરવા આવે તેવું જુમ્મા મસ્જીદના પેશ ઈમામ હાજી હનીફ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અને ખાસ કરી મુસ્લિમ બિરાદરો દ્વારા ઘરની આજુબાજુની નજીકમાં આવેલ મસ્જિદે બકરા ઈદ ની નમાજ અદા કરવામાં આવે તેવું પણ આહવાન કરવામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here