ઉપલેટામાં વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે યોજાયેલ રકતદાન કેમ્પમાં ૩૦૦ બોટલ રકત એકત્ર

0
353
સ્વૈચ્છિક રકતદાતાઓએ બહોળી સંખ્યામાં રકતદાન કરી શ્રઘ્ધાંજલી પાઠવી

રાજકોટ આર.ડી.સી. બેન્કના પૂર્વ ચેરમેન અને ખેડૂતોના હ્રદય સમ્રાટ નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે ઉપલેટામાં યોજાયેલ રકતદાન કેમ્પમાં ૩૦૦ બોટલ રકત એકત્ર થયું હતું.

લેઉઆ પટેલ ભવનમાં ગઇકાલે સવારે આરડીસી બેન્કના ડિરેરટકર લલીતભાઇ રાદડીયાએ તેમાં પિતાની તસ્વીરને ભાવવંદના કરી બેન્કના ડિરેકટર હરિભાઇ ઠુમરની હાજરીમાં ખુલ્લો મુકયો હતો.

આ તકે પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, યાર્ડના ચેરમેન માધવજીભાઇ પટેલ, ડિરેકટર વિનુભાઇ ઘેટિયા સેક્રેટરી રાજભાઇ ઘોડાસરા ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર સહકારી મંડળીના પ્રમુખ વલ્લભભાઇ સખીયા કૃષ્ણ મહિલા દુધ ઉત્પાદક મંડળીના પ્રમુખ, કમલેશભાઇ ચંદ્રવાડીયા પિઠળકૃપા ગ્રુપના નરેન્દ્રભાઇ સુવા, દિપકભાઇ સુવા, કિશોરભાઇ સુવા, સંઘના ઉપપ્રમુખ લક્ષ્મણભાઇ શેઠ, ડિરેકટર  કિશનભાઇ વસોયા, નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, વાઇસ ચેરમેન હરપાલસિંહ જાડેજા, ઢાંક મંડળીના પ્રમુખ જમનભાઇ ગેડીયા, તણસવા કોટન જીનીંગ મંડળીના પ્રમુખ અનીલભાઇ સુતરીયા, અમિતભાઇ શેઠ, જગદીશભાઇ ગણાત્રા, બટુકભાઇ ગજેરા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા, મધુરમ ટ્રાવેલ્સ વાળા નરેશભાઇ લકકડ, નગરસેવક જેન્તીભાઇ ગજેરા, પ્લાસ્ટીક એસો.ના દશરથભાઇ ગજેરા, વડાળીના ભોગીભાઇ અધેરા ઇશરાના બાવનજીભાઇ ગંભીર ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઇ પાદરીયા નારણભાઇ આદર હારુનભાઇ માલવીયા, વિનુભાઇ ધેરવડા, રાજશીભાઇ હુંબલ, નગર સેવક રજાકભાઇ હિંગોરા, મેમન યુવા અગ્રણી અનીશભાઇ સહિત વિવિધ મંડળીના પ્રમુખો, ડિરેકટરો ગ્રામ પંચાયતના સરપંચો વિશાળ સંખ્યામાં હાજર રહી ખેડુત નેતા ગો.વા. વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રઘ્ધાંસુમન અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here