વડોદરા એક યુવક અને એક યુવતી સહિત વધુ 5 દર્દીના મોત, કેસની કુલ સંખ્યા 4476 થઇ, 3425 દર્દી રિકવર થયા

0
394
  • વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાઈરસનો કહેર ખુબ જ વધ્યો, કેસ ડબલ થઇ ગયા
  • વડોદરા શહેરમાં અત્યારે રોજ 90થી 95 જેટલા કોરોના વાઈરસના કેસ નોંધાઇ રહ્યા છે

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ 5 દર્દીના મોત થયા છે. જેમાં એક યુવક અને એક યુવતીનો પણ સમાવેશ થાય છે. તમામ દર્દીઓની સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવનાર છે.

મૃતકની ઉંમર અને વિસ્તારના નામ
-ગોત્રી વિસ્તારની 26 વર્ષીય યુવતીનું મોત
-અંકલેશ્વરના 38 વર્ષીય યુવકનું મોત
-આજવા રોડના 79 વર્ષીય વૃદ્ધનું મોત
-સેવાસીની 52 વર્ષીય મહિલાનું મોત
-સાવલી તાલુકાના 65 વર્ષીય વૃદ્ધનું મોત

વડોદરામાં કોરોનાના કેસનો આંક 4476 થયો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 4476 પર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 3425 દર્દી રિકવર થયા છે અને સત્તાવાર મૃત્યુઆંક 84 થયો છે. વડોદરામાં અત્યારે કુલ 967 એક્ટિવ કેસ છે, જે પૈકી 142 ઓક્સિજન ઉપર અને 43 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 782 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં બુધવારે કેસ નોંધાયા
શહેરઃ ઓલ્ડ પાદરા રોડ, વાઘોડિયા રોડ, આજવા રોડ, છાણી, તાંદલજા, નવાયાર્ડ, સુભાનપુરા, નિઝામપુરા, મકરપુરા, સમા, માંજલપુર, વાસણા-ભાયલી રોડ, અલકાપુરી, રાજમહેલ રોડ,
હરણી, ગોરવા, કારેલીબાગ, ગોત્રી, માણેજા
ગ્રામ્યઃ પાદરા, દશરથ, રણોલી, નંદેસરી, સમીયાલા, કોટણા, અનગઢ, ખટંબા, ડભોઇ, કંડારી, કરજણ