સુરત પોઝિટિવનો આંકડો વધીને 13,108 થયો, રિક્વર થયેલાની સંખ્યા 8884 અને મૃત્યુઆંક 576

0
313
  • રાંદેરમાં કેસની સંખ્યા વધતાં તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન
  • શહેરમાં હાલ 3648 જેટલા કોરોના દર્દીઓ સારવાર હેઠળ

 પાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 13 હજારને પાર કરી 13108 થઈ ગઈ છે. કોરોનાનો કુલ મૃતાંક 576 થયો છે. શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 8884 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. બુધવારે સામે આવેલા પોઝિટિવ કેસોમાં ખાસ કરીને પાલિકાના ઈનચાર્જ જંતુનાશક અધિકારી, નવી સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલના તબીબ, જમીન દલાલ, વકીલ તેમજ નર્સ અને પાલિકાના કર્મચારીઓનો સમાવેશ થયો છે.

નવી સિવિલના બે તબીબ સહિત વધુ 6 તબીબ, બે નર્સ સંક્રમીત
નવી સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ બે તબીબ સંક્રમીત થયા છે. તેવી જ રીતે કતારગામ વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા એક તબીબ, કતારગામ વિસ્તારમાં જ રહેતા અને મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ, વરાછા વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા એક તબીબ તેમજ લિંબાયત વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા એક તબીબ સંક્રમીત થયા છે. જ્યારે રાંદેર વિસ્તારમાં રહેતા અને સ્મીમેરમાં ફરજ બજાવતા નર્સ, વરાછા વિસ્તારમાં રહેતા અને સ્મીમેરમાં ફરજ બજાવતા નર્સ અને રાંદેર ઝોનમાં ફરજ બજાવતા નર્સ પણ સંક્રમીત થયા છે.

કેમીકલ, લૂમ્સ, લેસ અને ફર્નીચરના વેપારી સંક્રમીત
સાઉથ ઝોન વિસ્તારમાં રહેતા કેમીકલના વેપારી સાઉથ ઝોન વિસ્તારમાં જ રહેતા લૂમ્સના વેપારી, વરાછા વિસ્તારમાં રહેતા લેસના વેપારી તેમજ લિંબાયત વિસ્તારમાં રહેતા ફર્નીચરના વેપારી પણ સંક્રમીત થયા છે.