જેતપુર તાલુકાના પાંચપીપળા ગામમાં માર્ચ મહિનામાં ખૂન થયેલ હતું. જેના આરોપી આજસુધી પોલીસના હાથે ન ઝડપાતા અંતે પોલીસ દ્વારા આરોપીને પકડવામાં મદદ કરનારને 15,000/- રૂ. ના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.
માર્ચમાં મહીનામાં થયું હતું ખૂન
અજાણ્યા ઈસમ દ્વારા ઘરમાં ઘૂસીને કરવામાં આવી હતી હત્યા
ખૂન અંગે પોલીસને બાતમી આપનારનું નામ રાખવામાં આવશે ગુપ્ત
રાજકોટ: જિલ્લાના જેતપુર તાલુકાના પાંચપીપળા ગામમાં ઘરમાં ઘૂસીને હત્યા કરવાની ઘટના સામે આવી હતી. જેમાં પાંચપીપળા ગામે રહેતા ભાવેશ ઉર્ફે મનો કેશુભાઇ મોરબીયાની હત્યા તે પોતે પોતાના ઘરે સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ઘરમાં ઘૂસીને છરી જેવા હથિયારના ઘા મારી નિપજાવવામાં આવી હતી.
આ મોતની ઘટના 28/03/2021 ના રોજ બની હતી. જેમાં (મરણજનાર) ભાવેશ ઉર્ફે મનો કેશુભાઇ મોરબીયાની રાત્રે સાડા ત્રણ વાગ્યે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
જેતપુર તાલુકા પોલીસ દ્વારા કાયદાની વિવિધ કલમો હેઠળ નોંધાયો છે ગુન્હો
રાજકોટના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૩૨૧૦૧૫૭/૨૦૨૧ ઇ.પી.કો. કલમ- ૩૦૨, ૩૦૭,૪૫૦,તથા જી.પી.એકટકલમ-૧૩૫ મુજબનો ગુન્હો તા-28/03/2021 ના કલાક-14/00 વાગ્યે જાહેર થયેલ છે.
આ અંગેની તપાસ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ.ઇન્સ. પી.જે.બાંટવા ચલાવતા હોય જેમા આરોપીની આજદીન સુધી તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી આ અંગે ગુન્હો કરનાર આરોપી બાબતે કોઇ સ્પષ્ટ માહીતી આપશે તેને પોલીસ તરફથી રોકડ રુપીયા 15000/- નુ ઇનામ આપવામાં આવશે અને આ માહીતી આપનારનુ નામ ગુપ્ત રાખવામાં આવશે
તેવી જાહેરાત રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે.
માહીતી આપનાર નીચેના મોબાઈલ નંબરો પર ફોન કરી માહીતી આપી શકશે,
(1) બલરામ મીણા -પો.અધીક્ષક રાજકોટ ગ્રામ્ય મો નં- 9978405080
(2) સાગર બાગમાર મદદનીશ પોલીસ અધીક્ષક જેતપુર ડીવી. મો નં- 7503551080
(3) એ.આર.ગોહીલ પો.ઇન્સ. LCB શાખા રાજકોટ ગ્રામ્ય મો નં- 9913170139
(4) પી.જે.બાંટવા પોલીસ સબ.ઇન્સ.જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન મો નં- 9925256562
(5) જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર-(02823) 220661