વલસાડ કેમેરાના મેમોથી બચવા યુવકે સ્કૂટરની નંબર પ્લેટ પર માસ્ક બાંધ્યો પણ કિમિયો કારગર સાબિત ન થયો

0
386
  • યુવકને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે સિવિલ રોડથી ઝડપી પાડ્યો
  • યુવક મિત્રો સાથે ત્રિપલ સવારીમાં બેસી સમોસા ખાવા જતો હતો

જિલ્લામાં કમાન્ડ કંટ્રોલની ટીમે એક બાઈક ચાલકને ટ્રીપલ સવારીમાં ઝડપી પાડ્યો હતો.કમેરાના મેમોથી બચવા યુવકે બાઈકની નંબર પ્લેટ ઉપર માસ્ક લગાવેલું હોવાથી કમાન્ડ કંટ્રોલની ટીમે જિલ્લા ટ્રાફિકની ટીમને જાણ કરી હતી. જિલ્લા ટ્રાફિકની ટીમે બુધવારે સિવિલ હોસ્પિટલ રોડ ઉપરથી નંબર પ્લેટ ઉપર માસ્ક લગાવનાર યુવકને ઝડપી પાડ્યો હતો. યુવકને RTOનો દંડ ફટકારી બાઈક ડિટેઈન કરવામાં આવી હતી.

કિમિયો કારગર ન નિવડ્યો
વલસાડ શહેરમાં યુવકે નેત્રમ કેમેરાના ઈ-મેમોથી બચવા અનોખી તકનીક અપનાવી હતી. મંગળવારે બપોરે સિવિલ રોડ ઉપર ટ્રિપલ સીટ જતા યુવકે બાઈકની નંબર પ્લેટ ઉપર માસ્ક પહેરાવ્યું હતું. નેત્રમના કેમેરામાં ફરજ બજાવતી કમાન્ડ કંટ્રોલની ટીમે યુવકને CCTV કેમેરામાં ઝડપી પાડ્યો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમની મદદ મેળવીને નવો નુસખો અપનાવનાર યુવકને ઝડપી પાડવાનું બીડું ઉપાડ્યું હતું. કમાન્ડ કંટ્રોલ અને જિલ્લા ટ્રાફિકની ટીમે પાછળના દિવસોના CCTV ચેક કરવાની કામગીરી હાથ ધરી હતી.

RTOનો મેમો ફટકારવામાં આવ્યો
17 જુલાઈના રોજ યુવક ધરમપુર ચોકડી પાસે બાઈક સાથે ઉભેલો જોવા મળ્યો હતો. તે સમયે બાઈકની નંબર પ્લેટ ઉપર માસ્ક લગાવ્યું ન હતું. જિલ્લા ટ્રાફિકની ટીમે બાઇકનો નંબર મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. બુધવારે સિવિલ રોડ ઉપર યુવક ટ્રીપલ સવારી જતા જિલ્લા ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં યુવકની પ્રાથમિક પૂછપરછ કરતા બાઈક ચાલક રાહુલ પ્રકાશ પટેલ, ઉ.વ.21, રહે. છીપવાડ વાવડી, રેલવેમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. સિવિલ રોડ ઉપર વાંકી નદી નજીક સમોસા ખાવા માણવા જતા હતા. ટ્રિપલ સવારીના ઈ-મોમોથી બચવા તરકીબ અપનાવી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે બાઈક ડિટેન લઈને RTOનો મેમો ફટકારવામાં આવ્યો હતો.

ઈ-મેમોથી બચવા નંબર પ્લેટ ઉપર માસ્ક લગાવ્યું
વાહન ચાલક રાહુલ પટેલએ કહ્યું કે, મિત્રો સાથે વાંકી નદી પાસે સમોસાની મઝા માણવા જતા હતા. નેત્રમનાં CCTVથી બચવા નંબર પેલ્ટ ઉપર માસ્ક ઢાંકીને ટ્રિપલ સવારી પસાર થતા હતા. મને ટ્રાફિકના નિયમો તોડવાનું ભારે પડ્યું હતું. ઇ-મેમોથી બચવા અપનાવેલા નુસખાને લઈને RTOનો મેમો મળ્યો છે.

કમાન્ડ કંટ્રોલની ટીમની સતર્કતા
વલસાડ જિલ્લા કમાન્ડ કંટ્રોલની ટીમની સતર્કતાને લઈને નેત્રમ કેમેરાની મદદ વડે બાઈક ચાલકને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો. બાઈક ચાલક ગેરકાયદે કૃત્ય કરતો હોવાનું શંકા જતા બુધવારે વોચ ગોઠવીને યુવકની પૂછપરછ હાથ ધરી RTOનો મેમો આપવામાં આવ્યો હતો.-જગદીશ પરમાર,પીએસઆઇ જિલ્લા ટ્રાફિક પોલીસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here