મા ચામુંડાનું ધામ ચોટીલા ડુંગર એટલે આસ્થાનું પ્રતીક. માનાં દર્શન કરીને ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓને ચોમાસામાં ડુંગરનું ખીલેલું કુદરતી સૌંદર્ય પણ ધન્ય કરે છે. ધરાને તૃપ્ત કરતા વરસાદ પછી ચોટીલા ડુંગર ચારેકોરથી લીલોતરીથી ભર્યોભર્યો બન્યો છે. હરિયાળા ડુંગરને જોઈને જાણે મા ચામુંડાએ લીલી ઓઢળી ઓઢી હોય, તેવી પ્રતીતિ થઈ રહી છે.