પત્નીની કુહાડીથી હત્યા કરી, પછી ચાર રસ્તા સુધી ઘસેડીને લાવ્યો શબ, પોલીસ સ્ટેશને જઈને કહ્યું- મારી ધરપકડ કરો

0
794

ભાટપાડામાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી.

  • પિયરમાંથી આવેલી પત્ની સાથે ઝધડો થતા પતિએ પત્નીને કુહાડાથી માર માર્યો હતો

રાજસ્થાનના કોટાના ભાટાપાડમાં એક પતિએ પત્નીની હત્યા કરી દીધી છે. પતિએ કુહાડીથી પત્નીની ઘરે હત્યા કરી, પછી તે તેનો હાથ પકડીને ઘસેડીને ચાર રસ્તાએ લઈ ગયો અને પછી ત્યાં તેણે જોરજોરથી બૂમો પાડી. તે સમયે ત્યાં ઘણા લોકો હાજર હતા, જોકે તેઓ ડરના પગલે કઈ બોલ્યા ન હતા. તે પછી હત્યા કરનારો આરોપી પગે ચાલતો જ રામપુરા પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને ત્યાં જઈને બોલ્યો- મેં મારી પત્નીને મારી નાખી છે, મારી ધરપકડ કરી લો.

પોલીસ કર્મચારીઓએ તેના હાથમાં લોહીવાળી કુહાડી જોઈ તો તેમના હોશ ઉડી ગયા. તેમણે તાત્કાલિક તેની ધરપકડ કરી અને અધિકારી પોલીસ બંદોબસ્ત સાથે તેના ઘર તરફ ભાગ્યા. તેના ઘર પહેલા જ ચાર રસ્તાએ પત્નીનું શબ લોહીથી લોહીલુહાણ પડ્યું હતું. જોકે ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. બીજી તરફ ચાર રસ્તાએ લાગેલા એક કેમેરામાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ ગઈ છે. પોલીસે શબને એમબીએસ હોસ્પિટલની મોર્ચરીમાં ખસેડાવ્યું છે.

ડીએસપી રામકલ્યાણે જણાવ્યું કે પિંટૂ ઉર્ફે સુનીલ ભાટાપાડામાં રહે છે. તેની પત્ની સીમા થોડા દિવસો પહેલા જ પિયરમાં ગઈ હતી. મંગળવારે બપોરે જ તે સીમાને લઈને કોટા આવ્યો હતો. સાંજે કોઈ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને એક-બીજા સાથે બૂમો પાડીને વાત કરવા લાગ્યા. આ દરમિયાન પિન્ટૂએ ગુસ્સામાં સીમા પર કુહાડીથી હુમલો કર્યો. તેણે સીમાની ગરદન, પેટ અને પગ સહિત ઘણી જગ્યાએ ઈજા પહોંચાડી.

હત્યા કરવા છતાં ચહેરા પર દુઃખ નહિ
પિન્ટુને તેની પત્નીની હત્યા કરવાના દુઃખ તરીકે રડુ પણ આવ્યું ન હતું. તે પત્નીને મૃત અવસ્થામાં જ ઘરની બહાર લાવ્યો અને એક હાથ પકડીને ઘસડતો ઘરથી લગભગ 20થી 30 પગલા દૂર ચાર રસ્તાએ લઈ આવ્યો. તે પછી તે રસ્તા પર શબને છોડીને રામપુરા કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચી ગયો. સીસીટીવી વીડિયોમાં દેખાઈ રહ્યું છે, હત્યારો પિન્ટુ પોતાની પત્નીને ઘસેડીને જઈ રહ્યો છે અને તેના હાથમાં કુહાડી છે.

પિન્ટુ પત્નીને મારપીટ કરવાની આદત ધરાવતો હતો
ઘટનાની માહિતી મળ્યા પછી સીમાનો ભાઈ પ્રદીપ અને અન્ય પરિવારના સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોલીસને જણાવ્યું કે પિન્ટુ છેલ્લા ઘણા સમયથી તેની પત્નીને મારતો હતો. સીમા તેના પિયરમાં આવી હતી અને જ્યારે તે પરત તેના સાસરે ગઈ તો એવી માહિતી મળી કે પિન્ટુએ તેની હત્યા કરી દીધી. પિન્ટુ ગુનાઓ કરવાની આદત ધરાવે છે, અગાઉ પણ તેને એક બીજા મામલામાં સજા થઈ હતી. પાડોશીઓનું કહેવું છે કે તેના ઘરમાંથી ખૂબ જ જોરથી બૂમો પાડવાની અને ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. જોકે કોઈ આ અંગે કઈ બોલ્યું ન હતું કારણ કે આવું તેના ઘરમાં રોજ બનતુ હતું.

કોઈએ રોકવાની કોશિશ ન કરી
મોહલ્લાના લોકોનું કહેવું છે કે હત્યાનો આરોપી પિન્ટૂ મોહલ્લામાં તેની આદતથી બદનામ છે. તે એક મામલામાં 7 વર્ષની જેલ પણ કાપી ચૂક્યો છે. મંગળવારે હત્યા પછી સીમાનું શબ તે ઘસેડીને ચાર રસ્તા સુધી લઈ ગયો. લોકોએ તેની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેણે કુહાડી બતાવીને ધમકી આપી, તે પછી લોકો ત્યાંથી જતા રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here