ગોંડલ: જે ભગવાન ગ્રુપ દ્વારા કોઈ ભૂખ્યો ના સુવે તેવી નેમ..

0
597


*હાલ કોરોના વાયરસ લોકટાઉન ની પરિસ્થિતિમાં રોજનું લાવી રોજનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે*

*પણ કહેવત છે ને ભગવાન ભૂખ્યો જગાડે છે પણ કોઇને ભૂખ્યો સુવાડતો  નથી ત્યારે ગોંડલમાં જે. ભગવાન ગ્રુપ દ્વારા ગરીબ લોકો ની મદદ કરવા આગળ આવ્યા છે અને ભૂખ્યા સુધી ભોજન પહોંચાડી સેવા કાર્યોમાં નિમિત્ત બની રહ્યા છે.*

ગોંડલમાં કોરાના વાયરસના સંક્રમણ ને રોકવા લદાયેલા લોકટાઉન ના સમયમાં સેવાના કાર્યો નો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે જે ભગવાન ગ્રુપ દ્વારા ગરીબ ભૂખ્યા અને નિરાધાર લોકોને છેલ્લા આઠ દિવસથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે હાલમાં દરરોજ બપોરે ૧૧ હજાર અને સાંજે ૧૨ હજાર લોકો ને ભોજન કરાવવામાં આવે છે

જ્યાં સુધી લોકડાઉન ની પરિસ્થિતિ છે ત્યાં સુધી અવિરત ચાલુ રહે તે ખુબ જ જરૂરી છે.
જે. ભગવાન ગ્રુપ દ્વારા દરરોજ તાજેતાજી ગરમા ગરમ ખીચડી, શાક, ગુંદી, ગાંઠીયા, અને છાશનું વિતરણ કરવામાં આવે છે જેમાં હરિભાઈ ટોળીયા દ્વારા દરરોજ 2000 છાશ ના પાઉચ પહોંચાડવામાં આવે છે.

આશીર્વાદ કાર્યોમાં સહભાગી થવા ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયા તેમજ જે ભગવાન ગ્રુપ પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, ગોરધનભાઈ પરડવા, રસિકભાઈ ટીલાળા, અશ્વિનભાઈ સોલંકી, સંજયભાઈ માજન, બીટુભાઈ જાડેજા, મુકેશભાઈ ભાલાળા ઉદ્યોગપતિ, પ્રફુલભાઈ ટોળીયા, પત્રકાર જીતુભાઈ આચાર્ય, પત્રકાર હિમાંશુભાઈ પુરોહિત, અલ્પેશભાઈ ચૌહાણ, બળદેવસિંહ રાયજાદા, જગાભાઈ ટોળીયા, અરવિંદભાઈ ભાલાળા, વિજયસિંહ ઝાલા, રવિભાઈ રસોયા, સંદીપભાઈ છોટાળા (ગંગોત્રી સ્કૂલ) જે. ભગવાન ગ્રુપ ના કાર્ય કરો સહિત નાઓ જેહમત ઉઠાવી રહ્યા છે.

લોકડાઉન  ખૂલે નહીં ત્યાં સુધી આ સેવાકીય કાર્ય ધમધમતું રહેશે તેમ  નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા એ જણાવેલ છે

જે ભગવાન ગ્રુપ નું કોઈપણ જરૂરિયાત અથવા પૂછપરછ માટે ગોરધનભાઈ પરડવા મો.નં.9998798901 ઉપર સંપર્ક કરવો.

(તસ્વીર:-નરેન્દ્ર પટેલ, ગોંડલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here