ગાંધીનગર શાળા અને કોલેજો બંધ હોવા છતાં 10થી 26 વર્ષના 12 સહિત નવા 53 લોકો સંક્રમિત: તંત્રમાં દોડધામ

0
275
  • દહેગામ અને માણસાના વૃદ્ધ તેમજ બાલવાના આધેડ સહિત 3ના મોતથી કુલ મૃત્યુ આંક 91 પર પહોંચી ગયો
  • જિલ્લામાં કોરોનાથી મૃત્યુ આંક 100ની નજીક

 કોરોનાના નવા 53 કેસમાંથી 12 કેસ 10 વર્ષથી 26 વર્ષના વિદ્યાર્થીઓ છે. ત્યારે હાલમાં શાળા કોલેજ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓ સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે જો શાળા કોલેજો ખોલવામાં આવશે તો પરિસ્થિતિ કાબૂ બહાર જવાની શક્યતા રહેલી છે. આજે જિલ્લાના વધુ ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં દહેગામના 64 વર્ષીય વૃદ્ધ અને માણસાના 69 વર્ષીય વૃદ્ધ તેમજ બાલવાના 58 વર્ષીય આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 91 દર્દીઓ મોતના મુખમાં ધકેલાયા છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 37 દર્દીઓએ કોરોનાને હરાવતા કુલ આંકડો 1028એ પહોંચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 1584 લોકો કોરોનામાં સપડાયા છે. નવા 53 વ્યક્તિમાં ડેપ્યુટી રજિસ્ટાર, ભાવિ ફિઝિયોથેરાપીસ્ટ, કોન્સ્ટેબલ, ગારમેન્ટનો વેપારી, કમ્પ્યુટર ઓપરેટર સહિત સંક્રમિત થયા છે.

ડે. રજિસ્ટ્રાર અને ગારમેન્ટ વેપારી સંક્રમિત
મનપા વિસ્તારમાં નવા 14 કેસમાં સેક્ટર-8નો રિક્ષા ચાલક અને જુના સચિવાલયના સહકાર વિભાગમાં ફરજ બજાવતા સેક્ટર-19ના ડેપ્યુટી રજિસ્ટ્રાર અને તેમની પત્ની સંક્રમિત થયા છે. સેક્ટર-25નો વિદ્યાર્થી અને સેક્ટર-24નો વિદ્યાર્થી તથા ફિઝોથેરાપીનો અભ્યાસ કરતી સેક્ટર-5-સીની વિદ્યાર્થીની જ્યારે સેક્ટર-26 ગ્રીનસીટીના વૃદ્ધા અને સેક્ટર-21ની ગૃહિણી તથા સેક્ટર-24માં રહેતા અને સેક્ટર-25 જીઆઇડીસીની કલ્પતરૂ પાવર કંપનીના આધેડ તેમજ સેક્ટર-28 જીઆઇડીસીમાં ખાનગી બિઝનેશ કરતો સેક્ટર-26 કિશાનનગરનો યુવાન અને અમદાવાદ પોલીસમાં નોકરી કરતો સેક્ટર-30નો કોન્સ્ટેબલ જ્યારે ખાનગી બિઝનેસ કરતા સેક્ટર-24ના આધેડ અને સેક્ટર-3-ડીના ગારમેન્ટ વેપારી તેમજ સેક્ટર-13-એની હાઉસ વાઇફ સંક્રમિત થઇ છે.

કલોલમાંથી નવા 15 અને દહેગામમાં 2 કેસ નોંધાતા તંત્રમાં ભારે ચિંતા
દહેગામના બે કેસમાં નગરપાલિકા વિસ્તારના વૃદ્ધ અને ઝીંડવાના આધેડ કોરોનામાં સપડાયા છે. જ્યારે કલોલના 15 કેસમાં બોરીસણાના 59 વર્ષીય આધેડ અને મોટીભોંયણનો 37 વર્ષીય યુવાન જ્યારે છત્રાલના ત્રણ કેસમાં 23 વર્ષીય યુવાન વિદ્યાર્થી, 25 વર્ષીય યુવાન વિદ્યાર્થીની અને 45 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપાડાયા છે. સાંતેજના ત્રણ કેસમાં 24 વર્ષીય યુવાન વિદ્યાર્થી અને 19 વર્ષીય વિદ્યાર્થી તેમજ 47 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. ઉપરાંત સઇજનો 26 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. જોકે નગરપાલિકામાંથી 46 વર્ષીય યુવાન અને 45 વર્ષીય યુવાન તથા 46 વર્ષીય ગૃહિણી તેમજ 33 વર્ષીય યુવાન અને 45 વર્ષીય ગૃહિણી તથા 19 વર્ષીય વિદ્યાર્થી સંક્રમિત થયો છે.

ગાંધીનગર, માણસા તાલુકામા 11-11 કેસ
ગાંધીનગર તાલુકાના નવા 11 કેસમાં પેથાપુરમાંથી ચાર કેસમાં આધેડ અને 52 વર્ષીય ગૃહિણી તથા ગૃહિણી અને આધેડ કોરોનામાં સપડાયા છે. જ્યારે ડભોડાનો 33 વર્ષીય યુવાન અને મગોડીના 83 વર્ષીય વૃદ્ધા તથા અડાલજનો 15 વર્ષીય વિદ્યાર્થીની અને નાના ચિલોડાના બે કેસમાં 48 વર્ષીય ગૃહિણી અને 21 વર્ષીય યુવાન તેમજ સરગાસણના વૃદ્ધ તથા લીંબડિયાના 50 વર્ષીય આધેડ સંક્રમિત થયા છે. જ્યારે માણસાના નવા 11 કેસમાં વિહાર ગામના એક જ પરિવારના પાચં સભ્યો સંક્રમિત થયા છે. જેમાં 37 વર્ષીય મહિલા અને 61 વર્ષીય મહિલા તથા 10 વર્ષીય વિદ્યાર્થી તેમજ 58 વર્ષીય ગૃહિણી અને 34 વર્ષીય મહિલા છે. જ્યારે સમોમાં 53 વર્ષના આધેડ અને આનંદપુરા વેડાના 3 કેસમાં 54 વર્ષીય, 57 વર્ષીય તથા 55 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. નગરપાલિકામાંથી 49 વર્ષીય યુવાન અને વૃદ્ધા કોરોનામાં સપડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here