ગુજરાતમાં વેપાર-ધંધામાં સવારના 9થી 6ની છૂટછાટ મળી શકે, રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત મળવાની શક્યતા, આજે કોર કમિટીની બેઠક

0
380

પ્રતિકાત્મક તસવીર

  • કોરોનાના કેસો ઘટી રહ્યા હોવાથી વધુ નિયંત્રણોમાં છૂટછાટ મળી શકે
  • રાત્રિ કર્ફ્યૂનો સમય 9થી 6 વાગ્યાને બદલે 10થી 6 કરવામાં આવે એવી સંભાવના

કોરોના મહામારીએ ગુજરાતમાં બેથી અઢી મહિના સુધી આતંક મચાવ્યા બાદ હવે નવા કેસો ઘટવા લાગ્યા છે. એક સમયે 14000થી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા, જે હવે ઉત્તરોતર ઘટીને દરરોજ 1600 જેટલા કેસો સામે આવી રહ્યા છે. કોરોના કાબૂમાં આવવા લાગતા 27મી મેના રોજ સરકારે રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપી રાતના 9થી 6 વાગ્યાનો કર્યો હતો. તેમજ દુકાનો અને લારી ગલ્લા ધારકોને પણ સવારના 9થી બપોરના ત્રણ વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી હતી. જો કે કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોવાથી રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી શકે છે.

ખાસ કરીને રાત્રિ કર્ફ્યૂમાં વધુ એક કલાકની રાહત આપી રાતનાથી 10થી સવાર 6નો કરવામાં આવે એવી શક્યતા છે. જ્યારે વેપાર-ધંધા માટે સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી આપેલી છૂટ વધારીને સવારના 9 વાગ્યાથી થી 6 વાગ્યાની કરવામાં આવી શકે છે. આ અંગેનો નિર્ણય આજે મળનારી રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાઈ શકે છે.

હાલ હોટેલ-રેસ્ટોરન્ટમાં ટેક અવે અને હોમ ડિલિવરી 9 વાગ્યા સુધી ચાલુ
હાલ હોટેલ-રેસ્ટોરન્ટમાં ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે. જો કે દુકાનો માટેનો સમય સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે. આ જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે.

9થી 6 દુકાનો ખુલી રાખવાની છૂટ મળતા વેપારીઓને રાહત થઈ છે

9થી 6 દુકાનો ખુલી રાખવાની છૂટ મળતા વેપારીઓને રાહત થઈ છે

હાલ સવારે 9થી બપોરે 3 સુધી લારી-ગલ્લા-વેપારીઓને છૂટ
કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધી જતાં સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં હવે કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી છે. 36 રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ હતી, જેને કારણે વેપારીઓને રાહત થઇ છે. જોકે આ તમામ શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે.

હાલમાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં
ગુજરાતમાં 6 મેથી વધુ 7 શહેર સાથે કુલ 36 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો હતો. આ અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો.