દેશની શિક્ષણ નીતિમાં 34 વર્ષ પછી નવા ફેરફાર કરવામાં આવ્યા છે. કેબિનેટે બુધવારે આ નવા શિક્ષણને મંજૂરી આપી છે. નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ બેગ, પૂર્વ-પ્રાથમિક વર્ગથી લઈને બોર્ડની પરીક્ષાઓ, રિપોર્ટ કાર્ડ્સ, યુ.જી. પ્રવેશની પદ્ધતિઓ, એમફિલ સુધી ઘણા બદલાયા કર્યા છે.
નવી દિલ્હી: આ નીતિની સૌથી મોટી વિશેષતા એ છે કે શાળાના શિક્ષણ, ઉચ્ચ શિક્ષણની સાથે કૃષિ શિક્ષણ, કાનૂની શિક્ષણ, તબીબી શિક્ષણ અને તકનીકી શિક્ષણને તેના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવ્યા છે. નવી નીતિમાં સ્ટુડન્ટ્સને કૌશલ અને વ્યવહારિક જાણકારીઓ આપવા તથા પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
નવી શિક્ષા નીતિ પ્રમાણે હવે ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા, સ્થાનીય ભાષા અને રાષ્ટ્રભાષામાં અભ્યાસ કરવામાં આવશે. અન્ય વિષય એક એક સ્બજેક્ટની જેમ ભણાવામાં આવશે.
હવે ધોરણની 12ની પરિક્ષા દેવા માટે ધોરણ 10ની પરિક્ષા દેવી ફરજીયાત નથી. 9 ધોરણ થી 12 ધોરણ સુધી સેમેસ્ટરમાં પરિક્ષા લેવાશે. સ્કૂલમાં 5+3+3+4+ ફોર્મુલામાં અભ્યાસ કરાવામાં આવશે. તેમજ કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની હશે. એટલે કે કોલેજના પહેલા વર્ષમાં પ્રમાણપત્ર બિજા વર્ષમાં ડિપ્લોમાં અને ત્રરીજા વર્ષે ડિગ્રી આપવામાં આવશે. 3 વર્ષની ડિગ્રી એ વિદ્યાર્થીઓ માટે છે જેને હાયર એજ્યુકેશન નથી લેવું. ત્યાર હાયર એજ્યુકેશન કરનારા વિદ્યાર્થીઓને 4 વર્ષની ડિગ્રી મળશે. 4 વર્ષની ડિગ્રીવાળા વિદ્યાર્થી MA કરી શકશે. હવે વિદ્યાર્થીઓએ MPhilનહી કરવું પડે. MAના વિદ્યાર્થીઓ સીધું PHD કરી શકશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે 2.5 લાખ ગ્રામ પંચાયતો, 6,600 બ્લોક્સ અને 676 જિલ્લાઓમાંથી લગભગ બે લાખ સૂચન મળ્યા હતા. મે 2016 માં, ભૂતપૂર્વ કેબિનેટ સચિવ ટીએસઆર સુબ્રમણ્યમની સમિતિએ નવી શિક્ષણ નીતિ અંગેનો અહેવાલ રજૂ કર્યો. જૂન 2017 માં, ઇસરોના પૂર્વ અધ્યક્ષ ડો. કે કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુદ્દા માટેની સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે 31 મે, 2019 ના રોજ અહેવાલ રજૂ કર્યો હતો.
વોકેશનલ પાઠ્યક્રમ ધોરણ 6થી શરૂ થશે. બોર્ડ પરીક્ષાને જ્ઞાન આધારિત બનાવવામાં આવશે અને તેમાં ગોખેલું યાદ કરવાની આદતોને ઓછામાં ઓછી કરવામાં આવશે. બાળક જ્યારે સ્કૂલમાંથી બહાર નીકળશે, તો એ નક્કી કરાશે કે, તે કોઈને કોઈ સ્કિલ શીખી બહાર નીકળે.
અત્યાર સુધી રિપોર્ટ કાર્ડ માત્ર શિક્ષકો લખતા હતા, પરંતુ નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાગ હશે. પહેલા બાળક પોતાના વિશે સ્વયં મૂલ્યાંકન કરશે, બીજુ તેના સહપાઠીઓ દ્વારા થશે અને ત્રીજુ મૂલ્યાંકન શિક્ષક દ્વારા. ઉચ્ચ શિક્ષણમાં પણ વિદ્યાર્થી પાસે વિકલ્પ રહેશે. નવી શિક્ષણ નીતિમાં સ્ટૂડન્ટ્સને છઠ્ઠાથી આઠમાં ધોરણ વચ્ચે ઓછામાં ઓછો બે વર્ષનો લેંગ્વેજ કોર્સ પણ પ્રસ્તાવિત છે.
ઉચ્ચ શિક્ષણ અધિકારીના સેક્રટરી અમિત ખરે એ કહ્યુ કે, શિક્ષણમાં સુધારો લાવવા માટે ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહિત કરવાની વાત પણ નવી શિક્ષણ નીતિમાં શામેલ છે. આ માટે, કમ્પ્યુટર, લેપટોપ અને ફોન વગેરે દ્વારા વિવિધ એપ્લિકેશનોનો ઉપયોગ કરી શિક્ષણને રસપ્રદ બનાવવા માટે કહેવામાં આવ્યું છે.