જયભારત સાથ જણાવવાનું કે કોરોના મહામારી ની પ્રથમ વેવ બાદ એક નાના વિરામ બાદ કોરોના ની જે દ્વિતીય વેવ આવી, એ દરમ્યાન તંત્ર એ કરેલ કામગીરી અને લોકઉપયોગી નીતિઓ થી મોટાભાગે આપણે લોકો એક વિરાટ સમસ્યા ને નાથી શકવામાં સક્ષમ થયા, એ માટે તંત્ર એ કરેલ પ્રયાસો અને તંત્ર એ લીધેલ પગલાઓ થી “સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન” વાકેફ છે અને તંત્ર ને બિરદાવે છે.
સમગ્ર “સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન” વતિ આપનો આભાર અને અભિનંદન વ્યક્ત કરીએ છીએ.
વિશેષ જણાવવાનું કે , કોરોના ની દ્વિતીય વેવ બાદ, માનનીય સરકાર એ ઉદ્યોગ વેપાર રીઓપન કરવાની ગાઈડલાઈન બાબતે ધ્યાન દોરવા ઇચ્છીશું.
આજે જ્યારે મોટાભાગે ના ઉદ્યોગ-વેપાર રીઓપન થઈ ચૂક્યા છે, ત્યારે “સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન” માનનીય તંત્ર ને અપીલ કરવા ઈચ્છે છે કે અમારા વ્યવસાય તરફ થોડી સંવેદનશીલતા દાખવે.
પાન ના ગલ્લા, લારીઓ, મોલ્સ, શાકભાજી ખરીદી ના સામુહિક સ્થળો વગેરે મોટી સંખ્યામાં મેદની એકઠી કરતા વ્યવસાય કેન્દ્રો ને જ્યારે વ્યવસાય કરવાની મંજૂરી મળી ચુકી છે, ત્યારે શરીર માં ઇમ્યુનિટી વધારતા અમારા વ્યવસાય ને શા માટે બાકાત રાખવામાં આવે છે એ તંદુરસ્તી જાળવવા ઉપસ્થિત થતો પ્રશ્ન છે.
આપ ને જાણ હશે એમ, વિવિધ રિસર્ચ સંસ્થાઓ એ પણ કસરત – વ્યાયામ કરવાથી રોગપ્રતિકારકતા વધે છે એ સાબિત કર્યું છે.
વળી, અમારા વ્યવસાય ના મોટાભાગ ના કેન્દ્ર ભાડા ની પ્રિમાયસીસ ધરાવે છે, એટલે વ્યવસાય બંધ હોવા છતાં ભાડું ચૂકવવું જ પડે છે. તદુપરાંત, અનેક જિમ ટ્રેઇનર્સ નો પગાર અને પીજીવીસીએલ ના ઇલેક્ટ્રિક બીલ્સ અમારે ફરજીયાત ચૂકવવા પડે છે.
હાલ “સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન” આશરે ૫,૦૦૦ પરિવારો ને એક યા બીજી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજી રોટી આપવામાં નિમિત્ત છે.
જ્યારે જિમ/વ્યાયામશાળા/વેલનેસ સેંટર્સ બંધ છે, ત્યારે રોજગારી નો પ્રશ્ન અને જીવન નિર્વાહ નો પ્રશ્ન વિકટ પરિસ્થિતિ ની ચરમસીમા વટાવી ચુક્યો છે.
કોરોના મહામારી ની પ્રથમ વેવ બાદ અમારા રોજગાર ને સૌથી છેલ્લે રીઓપન કરવાના આદેશો આવ્યા હતા. હાલ પણ અમારા વ્યવસાય, કે જે ખરેખર તંદુરસ્તી અને રોગ પ્રતિકારકતા વધારવા જરૂરી અને અનિવાર્ય છે છતાં રીઓપન કરવાના કોઈ આદેશો આવ્યા નથી.
પ્રથમ વેવ બાદ અમો એ દરેક પ્રકાર ની ગાઈડલાઈન અને કાળજી રાખી હતી. જિમ માં પ્રવેશતા કલાઇન્ટ્સ નું ઓક્સીલેવલ અને ટેમ્પરેચર સતત ચેક કર્યું છે. અમારા વ્યવસાય થી ક્યારેય કોરોના મહામારી ને ફેલાવવામાં મદદ મળી હોય એવા દાખલા નથી. ઊલટું અમે સ્વાસ્થ્ય સુધાર્યું છે. ભવિષ્ય માં પણ અમે આ મુજબ ની અને જરૂર પડ્યે વધુ તકેદારીઓ રાખવા માટે તૈયાર છીએ.
આપ ઓ ને વિનંતી છે કે અમારી અરજી પર ધ્યાન આપવું.
આપના હકારાત્મક પ્રત્યુતર ની આશા છે. “સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન”
હિતેન પારેખ સેક્રેટરી (સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન)
7575075759