ઉપલેટા મોજ નદીના પુલની સાઈડમાં ઉગેલાં વૃક્ષોથી પુલનું આયુષ્ય જોખમમાં

0
284

જવાબદાર માર્ગ મકાન વિભાગ દ્વારા વૃક્ષો નહીં કપાય તો રાજાશાહી વખતનો એક માત્ર પુલ પણ નામશેષ થશે મોટા અકસ્માતની પણ ભીતિ

ઉપલેટામાં રાજાશાહી વખતનો મોજ નંદી પુલ ઉપર સાઈટ માં વૃક્ષો જોવા મળી રહિયા છે આ પુલમાં હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરી રહ્યા છે જો આ પુલ જર્જરિત કે તુટવાને આરે આવે તો વાહન ચાલકોને ૫ કિમી દૂર બાયપાસ થઈને ઉપલેટામાં પ્રવેશવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે મોજ નદી ઉપર 80 વર્ષ પૂર્વે ગોંડલ સ્ટેટ દ્વારા આ પુલ બનાવવામાં આવ્યો હતો જેને હજુ સુધી ઉણી આંચ પણ આવી નથી પરંતુ હાલ ચોમાસાના કારણે પુલલી બંને સાઇડ 10 ફૂટ જેટલા વૃક્ષો ઉગી નીકળતા હવે તેના થડ પુલના બાંધકામને અસર પહોંચાડી રહ્યા છે આગામી દિવસોમાં પુલને વધુ નુકસાન પહોંચાડવાની સાથે જર્જરિત બને તે પૂર્વે જવાબદાર માર્ગ-મકાન ના વિભાગ દ્વારા બંને સાઇડમાં ઉગેલા વૃક્ષોને કાપી મજબૂતાઈને જાળવવામાં આવે તો હજુ પણ કેટલાક વર્ષો સુધી પુલને કોઈ નુકસાન થઈ શકે તેમ નથી ત્યારે વહેલી તકે આ કામગીરી હાથ ધરવામાં આવે તેમ શહેરીજનો ઈચ્છી રહ્યા છે

અહેવાલ:- કાનભાઈ સુવા ,ઉપલેટા