ગોંડલ તાલુકાના બંધીયા અને ચોરડી ગામના બે વ્યક્તિ સામે થયેલ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદઅરજીમાં અદાલતે ફરિયાદઅરજી ફેસલ કરતો હુકમ કર્યો જો ભવિષ્યમાં ગુનો દાખલ કરવામાં આવે અને ધરપકડ કરવાની થાય તો સાત દિવસ પહેલા લેખિત નોટીસ આપી જાણ કરવાની રહેશે
ગોંડલ તાલુકાના બંધીયા ગામના ઓમદેવસિંહ ઈન્દ્રજીતસિંહ વાઘેલા અને ચોરડી ગામના રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ ઝાલા વિરુદ્ધ જયાબેન જસમતભાઈ ભૂતે જમીન પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબિંગની અરજી આપી હતી, જે અંગેનો કેસ એડિશનલ સેશન જજ અને સ્પેશિયલ જજ રાજકોટ કે ડી દવે સાહેબની સમક્ષ ચાલી જતાં અદાલત દ્વારા ઉપરોક્ત બંને વ્યક્તિઓએ સીઆરપીસી કલમ 438 અન્વયે આગોતરા જામીન ઉપર મુક્ત થવા માટે રજુ કરેલ હાલની અરજી નામંજૂર કરી હતી સાથોસાથ ફરિયાદીઅરજદાર જયાબેન જસમતભાઈ ભૂતની ફરિયાદ અરજી અન્વયે ભવિષ્યમાં ગુનો દાખલ કરવામાં આવે અને તે ગુના સબબ અરજદાર રામદેવસિંહ ઈન્દ્રજીતસિંહ વાઘેલા તેમજ રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ ઝાલાની ધરપકડ કરવાની થાય તો તપાસનીશ અધિકારીએ તેઓની ધરપકડ કરતાં પહેલા દિવસ-સાતની લેખિત નોટીસ આપી જાણ કરવી તેવી સૂચના સાથે આ અરજી ફેસલ કરી હતી.